________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ દીવાળીનું ચૈત્યવંદન. (૨) ત્રીસ વરસ કેવલપણે વિચરી મહાવીર; પાવાપુરી પધારિયા, શ્રી જિન શાસન ધોર. હસ્તીપાલનૃપ રાયની, રજુક સભા મઝાર; ચરમ ચોમાસું ત્યાં રહ્યા, લહી અભિગ્રહ સાર. ૨ કાશી કોશલ દેશના, ઘણા રાય અઢાર; સ્વામી સુણી સહુ આવીયા, વંદણને નિરધાર. ૩ સેળ પહોર દીધી દેશના, જાણી લાભ અપાર; દીધી ભવિ હિત કારણે, પીધી તેહીજ પાર. દેવશર્મા બેધન ભણો, ગોયમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ ૫ ભાવ ઉદ્યોત ગયો હવે, કરે દ્રવ્ય ઉધોત; ઈમ કહી રાય સર્વે મલી, કીધી દીપક જયોત. ૬ દીવાલી તિહાંથી થઇ એ, જગમાંહે પ્રસિદ્ધ પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચલ રિદ્ધ. ૭
૪૦ પાર્શ્વનાથનું ચૈત્યવંદન. પ્રણમામિ સદા પ્રભુ પાર્શ્વજિન, જિનનાયક દાયક સુખથન; ધનચારૂમનોહર દેહધરં, ધરણપતિ નિત્ય સેવક. ૧ કરૂણારસરંચિત ભવ્ય ફણી, ફણ સપ્ત સુશોભિત મૌલિમણિ, મણિ કંચનરૂપ ત્રિકટી ઘટ, ઘટિતાસુર કિન્નર પાર્થ તરં. ૨ તટિની પતિ ઘેષ ગંભીર સ્વર, સ્વારનાકર અશ્વસુસેન નરે;
For Private and Personal Use Only