________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ઢાળ નવમી. (બીડા તું છે જે મનનું ધોતીયું રે–એ દેશી.) તિણ અવસર એક આવી જંબુકી છે, સાથે લઈ પોતાનાં બાળ રે; ભક્ષ કરવાને દશ દિશે ફિરેરે, અવળી સવળી દેતી ફાળ રે. તિણ
ચરણ રૂધીરની આશી વાસનારે, બાળ સહિત આવી વન માંહ રે પૂરવ વર સંભારી શોધતી રે; ખાવા લાગી પગલું સાહિ રે. તિણ૦
ચટ ચટ ચૂંટે દાંત ચામડી રે, ગટ ગટ ખાયે લોહી માંસ રે, ચર્મતણાં બટકાં ભરે રે; ત્રટ ત્રટ રોડે નાડી નસ ૨. તિણ
પ્રથમ પ્રહરે તે જંબુક જંબુકી રે, એક ચરણનું ભક્ષણ કીધ રે, તે પણ તે વેદનાએ કંગો નહી રે, બીજે પ્રહરે આજે પણ લીધ રે. તિણ
ખાયે પિંડી સાથળ ડીને રે, પણ તે ન કરે તિલભર રીવ રે, કાયા માટી ભાંડ અશાશ્વતી , તૃપ્તિ થાઓ એહથી જીવ રે. તિણ
ત્રીજે પ્રહરે પેટ વિદારીયું રે, જાણે કર્મ વિદ્યાર્થી એ રે; ચેાથે પ્રહરે પ્રાણ તજી કરી રે, નલિની ગુલ્મ ક્યાં સુખ તેણ રે. તિણ૦
સુર વંદીને તાસ શરીરને રે, મહિમા કરે અનેક પ્રકાર રે, વંદણ આવી સઘળી નાર રે. તિણ- ૭
For Private and Personal Use Only