________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પટ્ટધર બાર બેલે, ભાખ્યા ગુરૂ હીર; સંપ્રતિ શ્રી વિજયદાનસૂરિ, ગચ્છાગ્ર હીર. ૨ જિન શાસન શોભા કરૂ એ, પ્રીતિવિજય કહે શિષ્ય વિનય વિજય કહે વીરને, ચરણે નામું શિર. ૩
૩૧ શ્રી પર્યુષણ પર્વનું ચિત્યવંદન. (૮) નવ ચોમાસી તપ કર્યા, ત્રણ માસ દાય; દાય દોય અઢી માસી તેમ, દોઢ માસી હોય. બહેતર પાસખમણ કર્યા, માખમણ કર્યા બાર પડ દ્વિમાસી તપ આદર્યા, બાર અઠ્ઠમ તપ સાર. ૨
માસી એક તપ કર્યો; પંચ દિન ઊણા ષડુ માસ બર્સે ઓગણુશ છે ભલા, દીક્ષા દિન એક ખાસ. ભદ્રપ્રતિમા હોય ભલી, મહાભદ્ર દિન ચાર; દશ દિન સર્વતોભદ્રના, લાટ નિરધાર. વિણ પાણી તપ આદર્યો, પારણાદિક જાસ; દ્રવ્યાહારે પારણાં કર્યા, ત્રણ ગણપચાસ. છઘરથા એ પરે રહ્યા એ, સહ્યા પરિસહ ઘેર; શુકલધ્યાન અનલે કરી, બાન્ય કર્મ કઠેર. શુકલધ્યાન અંતે રહ્યા છે, પામ્યા કેવળજ્ઞાન; પદ્મવિ કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ.
૩૨ શ્રી નવપદનું ચૈત્યવંદન. (૧) સકલ મંગલ પરમ કમલા, કેલી મંજુલ મંદિર, ભવ કટિ સંચિત પાપનાશન, નમો નવ પદ જયકર ૧
For Private and Personal Use Only