________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
વધૂ નારી; નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ.
યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે; ગાશે ભણશે ને જે કાઈ સાંભળશે, તેના મને રથ પુરા એ કરશે.
૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવ નિશ્ચય વરશે; સંવત ઓગણીસ શ્રાવણ માસ, વદની પાંચમનો દિવસ ખાસ.
વાર શુક્રને ચોઘડીઉં સારૂં, પ્રસન્ન થયું મનડું મારું; ગામ ગામડાંના રાજા રામસિંઘ, કીધે શલાકા મનને ઉછરંગ. ૭૯
મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શલોકે મહા જશ લીધે; દેશ ગુજરાત રહેવાશી જાણે, વિશા શ્રીમાલી નાત પ્રમાણે.
પ્રભુની કૃપાથી નવનીધિ થાય, બેઉ કર જોડી સુરશશી ગાય નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉને અર્થ એક જ લઈએ.
દેવ સૂરજ ને ચંદ્ર જ છે શશી, વિશેષ વાણી હૃદયામાં વસી, ખાસી કડીથી પૂરો મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધો.
શ્રી નેમિનાથને સલેકે સંપૂર્ણ
For Private and Personal Use Only