________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભણવાડે વીર નિણંદ, મન વાંછિત પૂરે, સાયણ દાયણ ભૂત પ્રેત, તેહના મદ ચૂરે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, મહિમાએ મહંત તે; ગેડી દડી જોઈએ પૂરે, મનની ખાંત તે. ચક્રવતી પદવી તજ, લીધે સંજમ ભાર; શાન્તિ જિનેશ્વર સાળમા, નિત્ય નિત્ય કરું જુહાર. ૫ પાંચે તીરથ જે નમે, પ્રહ ઉઠી નર નાર; કમલ વિજય કવિ એમ કહે, તસ ઘર જય જયકાર. ૬
૮ આદીશ્વર ભગવાનનું ચૈત્યવંદન. કલ્પ વૃક્ષની છાંયડી, નાનડીઓ રમતો, સેવન હિંડોલે હિંચ, માતાને મનગમતે. સુદેવી બાલક થયા રૂષભજી ક્રીડે વહાલા લાગો છે, પ્રભુ હૈયડાચું ભીડે, જિનપતિ યૌવન પામી, ભાવે સુભગવાન; ઇંદ્ર ઘા માંડે, વિવાહનો સામાન, ચોરી બાંધી ચિહું દિશી, સુર ગૌરી આવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે. ભરતે બિંબ ભરાવી એ, સ્થાપ્યા શત્રુંજય ગિરીશ, શ્રી વિજયપ્રભસૂરિ મહિમા ઘણે, ઉદય રત્ન ગુણ ગાય. ૫
૯ પંચમીનું ત્યવંદન. બાર પરખદા આગળે, શ્રી નેમિ જિનરાય
For Private and Personal Use Only