________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૭
ઢાળી અગીઆરમી.
કંબલ મત ચાલે એ દેશી. નાત જમાડી આપણું, દઈને બહુ માન; વરકન્યા પરણવીયાં, દીધાં બહુલ દાન. કાજલ કહે નારી ભણી, મેઘાશું અમ ભેલાં જમણ દેજે વિષ ભૂલીને, જિમતાં દૂધજ વેલાં. દૂધતણી છે આખડી, તુમને કરીશ હું રીસ; મેઘાને મેલે નહિ, જમણ તવ તે પ્રીય. તવ નારી કહે પિઉછે, મેઘાને મત મારે, કુલમાં લંછન લાગશે, જાશે પંચમાકારો. કાજલ તે માને નહિ, નારી કહી કહી હારી; મન ભાંગ્યું મોતી તણું, તેહને ન લાગે કારી. ૯૮ એમ શીખવી નિજ નારીને, જમવાને બેઉ જણ બેઠા, ભેલા એકજ થાલીએ, હિયે હરખે હેઠા. દૂધ આણ્ય તિણ નારીયે, પીરસ્યું થાલીમાંહિ કાજલ કહે આખડી, પીધું મેઘાશાહ.
૧૦૦ મેઘાને હવે તતખીણે, વિષ વ્યાપ્યું અંગો અંગ; શ્વાસોશ્વાસ રમી ગયા, પામ્યા ગતસ્વરંગ.
૧૦૧ ઢાળ બારમી. આવી મૃગાદેવી ઉ દેખને રે, રેતી કહે તિણિ વાર રે, મહિ ને મેરૂ તે પણ બહુ જણ, અતિ ઘણે કરે રે કારરે.
૧૦૨
For Private and Personal Use Only