________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
ટોણું ઢાવિ દેહ, ધાન્ય ઈગાર પ્રકાર લલના, શ્રીફલ ફેફલ સુખડી, નવ નવી ભાત ઈગ્યાર. લ૦ ભ૦ ૨ કેસર સુખડ ધોતીયાં, કાંચન કલશ ગાર લલના;
પધાણાં ને વાટકી, અંગલુહણાં ઘસાર. લ૦ ભ૦ ૩ અંગ ઇગ્યારે લિખાવીયે, પૂંઠાં ને રૂમાલ લલના ઝાબી દેરા દાબડી, લેખણ કાંબી નિહાલ. લ૦ ભ. ૪ ઝીલમલ ચબૂઆ ભલા, ઠવણી સ્થાપના કાજ લલના; પાટી જપમાલા ભલી, વાસના વટુઆ સાજ. લ૦ ભ૦ ૫ મીજણાને વળી પૂજણ, કવલી કેથળી તામ લલના; રેશમની પાટી રૂડી, મુહપત્તિ જયણા કામ. લ૦ ભ૦ ૬ જ્ઞાનના ઉપગરણ ભલા, ઈગ્યાર ઈગ્યાર માન લલના, સાધમિક ઈગ્યારને, પછી જે પકવાન. લ૦ ભ૦ ૭ તે સાંભલી હરિ હરખીયા, આદરે વ્રત પચ્ચખાણ લલના; તિથિ એકાદશી તપ કરે, બાર વર્ષ ગુણ ખાણ. લ૦ ભ૦ ૮ તીર્થકર પદ તિણ થકી, ગોત્ર નિકાચિત કીધ લલના અમમ નામે જિન બારમા, હસે તપ ફલ સીધ. લ૦ ભ૦ ૯ ઇણ વિધિ શ્રીવીરે કહ્યો, એ અધિકાર અશેષ લલના; તેહ ભણી તપ તુમે આદરો, લેશો સુખ સુવિશેષ લ૦ ભ૦ ૧૦ કળશ––શ્રીવીર જિનવર સયલ સુખકર વર્ણવી એકાદશી તે સુણીય વાણી ભાવિક પ્રાણું તપ કરણ મન ઉલ્લસી જશવંત સાગર સુગુણ આગર, શિષ્ય જિનેન્દ્ર સાગરે, એકાદશી યહ સ્તવન કીધે, સુણીય ભવિયણે આદરે. ૧;
For Private and Personal Use Only