________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૭
વિવેક મોતી પરોવે કેશે સોળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમેગે. ૪૯ છે લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે ઝળકે; ચંદ્રવદની મૃગાં જે નેણ, સિંહલકી જેહની નાગ શી વેણી. છે ૫૦ રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પોતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય છે રાજી. એ પ૧ છે કેાઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખો પામી ભરથાર; કે કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી. પરા એમ અન્ય વાદ વદે છે, મોઢા મલકાવી વાતો કરે છે; કોઈ કહે અમે જઈશું વહેલી. બળદને ધી પાઈશું પેલી છે. પ૩ છે કઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારિ; એવી વાતના ગપોડા ચાલે, પોતપોતાના મગનમાં મહાલે. એ પછે છે બહેતર કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેર્યા પીતાંબર જરકશી જામા, પાસે ઉભા છે તેમના મામા. પપા. માથે મુગટ તે હીરલે જડિયે, બહુમૂલ એ કસબીને ઘડી ભારે કુંડલ બહુમૂલાં મોતી, શહેરની નારી નેમને જેતી. છે ૫૬ છે કઠે નવસરે મેતીનો હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણું દિસે છે સોનેરી લીંટી. પ૭ છે હીરા બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા; મોતીને તારો મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે. પ૮ રાધાએ આવીને આખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરૂ છે ગાલે. છે ૫૯. પાન સેપારી શ્રીફળ જેડે, ભરી પસને ચડીઆ વરઘડે; ચડી વરઘોડે ચટામાં આવે, નગરની નારી મેતીએ વધાવે. છે ૬૦ છે વાજા વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તેરણ જાય; ધુંસળી મુસળ ને રવઈઓ લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યા. ૬૧ છે
જી ઠાર, એક તારા અગરબડી માં
For Private And Personal Use Only