________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૦
ચિકાશવાળ થશે ચેથા શુદ્ધોદમેઘના વર્ષાદથી ઔષધિ ધાન્ય વિગેરે સર્વે વસ્તુઓ ઉપજશે અને પાંચમાં રસદક મેઘના વર્ષવાથી સર્વ પ્રકારના રસો પૃથ્વીમાં ભરાઈ જશે એમ પાંત્રીશ દિવસોમાં આખી પૃથ્વી આપોઆપ ફળદ્રશ્ય થઈ જશે બિલવાસી લેકે પણ દિનપ્રતિદિન શરીરે વૃદ્ધિ પામશે અને પૃથ્વીપ ફળદુપ જાણીને બિલમાંથી બહાર નીકળશે બિલ છોડીને વૃક્ષમાં આવી રહેશે પછી ધીમે ધીમે તેઓના આયુષ્ય પણ વધતાં જશે તથા પર બુદ્ધિ બળ વિગેરે પણ વધશે માંસઆહાર ત્યાગીને ફળાહાર કરવા લાગશે ધાન્ય ખાવા લાગો શરીર નિરોગી થશે પીવા માટે પાણીના ઉત્તમ જળાશ થશે તેમાંથી સારું પાણી પીવા મળશે બીજા આરાના અને મધ્યખંડમાં સાત કુલકર થશે તેઓના નામ અનુક્રમે આ પ્રમાણે વિમળ વાહન સુનામ સંગમ સુપાર્શ્વ દત્ત સુમુખ અને છેલ્લે સમુચી એ સાતમાંથી વિમળ વાહનને જાતિસ્મરણ જ્ઞાન ઉપજશે તેથી તે રાજનીતી સ્થાપશે ગામ વસાવ હાથી ઘોડા પાયદળ રથ વિગેરેને સંગ્રહ કરશે અગ્નિ ઉપજાવીને અન્ન પકવાદિને વિધિ બતાવળે ગાય ભેંસ વિગેરે રાખને બીજા પણ સર્વે વ્યવહાર શરૂ કરશે પુરૂની બહેતર કળાઓ સ્ત્રીની ચોસઠ કળાઓ તથા કલ્પસૂત્રમાં બતાવેલા સો પ્રકારના શિલ્પ પ્રવર્તાવશે સાતમા અને છેલે કુલકર શતદ્વારપુરમાં સમુચી નામને રાજા થશે તેની ભદ્રા નામની રાણી થશે એ વખતમાં ઉત્સર્પિણીને બીજો આરો પૂરે થવાને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી હશે ત્યારે શ્રેણીક રાજાને જીવ પહેલી નારકીમાંથી નીકળીને ભદ્રારાણુની કુક્ષીમાં અવતરશે ભદ્રારાણી રાત્રે ચૌદ સુપન દેખશે સવારે પોતાના પતિ સમુચી રાજાને વાત કહેશે ત્યારે સમુચી રાજા કહેશે કે હે રાણી તને એક પુત્ર થશે અને ગઈ ચોવીશીના ચરમ તિર્થંકર શ્રી મહાવીર પ્રભુની જેમ જ તારા પુત્રને જન્મ મહત્સવ થશે દેવતાઓ આવીને મેરુ પર્વત
For Private And Personal Use Only