________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
નાદ થવા લાગ્યા. ભેરીના ભણકારથી આકાશ શબ્દાયમાન થતાં જગત ભય પામવા લાગ્યું. રણુ વાજીત્રોના કર્ણ સફાટક ઉચ્ચ નાદથી યુદ્ધાભિલાષી શૂરવીર યોદ્ધાઓના હૃદયે વિશેષ ઉલ્લસિત થઈ ઉછળવા લાગ્યાં. સકુળમાં ઉત્પન્ન થએલા પ્રચર્ડ ભુજાઓથી મડિત સર્વ શાસ્ત્રના અભ્યાસી મહા શુરવીર યોદ્ધાઓ ઉચે સ્વરે હુંકાર પૂર્વક ગર્જના કરવા લાગ્યા. પિતાના પૂર્વજોના મહા પરાક્રમની બિરદાવલી, વાછત્ર સાથે ભાટ ચારણદિના મુખથી સાંભળતા મહા પરાક્રમી બહાદુર દ્ધાઓના રોમેરોમ વિકસ્વર થવા લાગ્યા. યુદ્ધની શરૂઆત થઈ અને અગ્રેસર શુરવીરો ભયંકર ધનુષ્યના રણકાર સાથે બાણોની વૃષ્ટિ પુષ્પરાવર્તના મુશળધારા મેઘ સમાન સામસામા વરસાવવા લાગ્યા. આકાશ બાણમય થઈ રહ્યું. દાવાનલ સમાન હાથીએ હાથી, અવે અશ્વ, પાયદલે પાયદલ અને રરથના શુરવીર યોદ્ધાઓ ન્યાય પુર:સર યુદ્ધ કરવા લાગ્યા, શુરવીર યોદ્ધાઓના પરસ્પર થતા ભયંકર હુંકારથી પૃથ્વીતલ કંપવા લાગ્યું. મહાદાણુ યુદ્ધ થયું. અને પક્ષના શુરવીર યોદ્ધાઓ રણમાં પડયા. ધીરનો સાગર આમતેમ ઉછળવા લાગ્યા. બરાબર સાત માસ સુધી અતીવ દુહ સંગ્રામ ચાલ્ય, અને બને સૈન્યના મળીને દસ કેટી માણસે આ દારણ યુદ્ધમાં ક્ષય પામ્યા વર્ષાઋતુ પ્રાપ્ત થઈ અને કાળને જે કાળોમેઘ ગગન મણ્ડલમાં ચડી આવ્યો. મેઘની ભયંકર ગજના અને વીજળીના કડાકા થવા લાગ્યા. અને મુશળધારાથી મેઘ ઘનઘેર વરસવા લાગ્યું. રણધીર, શુરવીર અને પરાગમુખ નહિં થનાર સાહસીક યેહાઓ આ મેઘરાજાના દબાણથી સંગ્રામ ત્યજી ખસી ગયા. મુશલ સમાન જલધારાથી પીડાતા વીરોએ પિતાના બચાવ માટે ઢાલે મસ્તક ઉપર રાખવા માંડી, બને સેનાએ રણમાંથી નિવૃત્ત થઈ ઉચા પ્રદેશમાં કરેલી ઘાસની ઝુપડીએનો આશ્રય લીધો.
For Private And Personal Use Only