________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈહાંથી બસો યોજન દૂર મુહગીપટ્ટણ નામે નગરે એનું મોસાળ છે ત્યાં ગયો છે, માટે હાલમાં લગ્ન થવાનું બનશે નહિ. જે વારે કુમાર ઘેર આવશે, તે વારે તમને કહેવડાવશું. અને પછી મેકલશું ! એવું પ્રધાનનું બેસવું સાંભળીને સેવક પુરુષો બોલ્યા કે હે સ્વામી! અમારૂં શહેર અહીંથી ઘણું દૂર છે માટે વારંવાર ઈહાં અવાય નહિ, તેથી લગ્નને દિવસ તમે હમણા જ નિર્ધાર કરી અને કહે, અને તે લગ્ન ઉપર તમે પણ વહેલા પધારજો! એવા સેવકોના વચન સાંભળી પ્રધાને તેમને કહ્યું આજથી સોળમે મહિને અમે લગ્ન કરશું. એવી રીતે લગ્નના સમાચાર લઈને સેવક પુરુષ પોતાને દેશ ગયા. તિહાં આવી સર્વ વૃત્તાંત રાજાને કહ્યું, હવે સેવકોને વિદાય કર્યા પછી અનંતવીય રાજા પણ ચિંતાતુર છે. થકી ફરી પ્રધાનને કહેવા લાગે કે હવે આપણે કુમારનો શો ઉપાય કરે.
સોળ મહિના તે કાલે પૂરા થઈ જાશે ! એમ કહી રાજા, રાણી તથા પ્રધાન ત્રણે જણ ઘણી જ ચિંતા કરતાં ઉપાય શેધવા લાગ્યાં, પણ કશો ઉપાય સૂઝ પડશે નહિ. એવા અવસરમાં પાંચસે સાધુના પરિવારે તથા ચાર જ્ઞાનના ધરનારા, એવા ગાંડીલ નામે આચાર્ય તે નગરીના ઉદ્યાનમાં આવી સેમેસર્યા તેમની વન પાલકે ઘણું સેવા-ભક્તિ કરીને પછી નગરમાં જઈ અનંતવિર્ય મહારાજને વધામણું આપી. રાજાએ પણ વન પાલકના મુખથી સાધુનું આગમન સાંભળી હર્ષ પામીને વનપાલકને વધામણમાં ઘણુંએ દ્રવ્ય આપ્યું. પછી હાથી, ઘોડા, પ્રમુખ વિધિ સહિત આચાર્યને વાંચવા માટે આવ્યા. તિહાં વિધિ સતિત. સર્વ સાધુઓને વાંદીને બે હાથ જોડી આગળ બેઠે. જ્યારે સવ પર્ષદા મળી ત્યારે મુનિરાજે પણ ધર્મો ઉપદેશ દેવા માંડ્યો.
For Private And Personal Use Only