SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તુત શ્રી હેમચંદ્રાચાર્યનું કાવ્યાનુશાસન, તેમની સ્વોપવૃત્તિ ‘અલંકાર – ચૂડામણિ’ અને તેમના ‘વિવેક’ સાથે આજથી ૫૫ વર્ષો પહેલાં-ઈસ્વીસન ૧૯૦૧ માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈની પ્રસિદ્ધ કાવ્યમાલામાં [ચં. ૭૦] પ્રકાશિત થયું હતું, તેનું ખીજું સંસ્કરણ ૭ પરિશિષ્ટો અને કેટલીક વિશેષતા સાથે સંસ્કૃત અને અંગ્રેજી એ ગ્રંથરૂપે સન ૧૯૩૮ માં શ્રીમહાવીરજૈનવિદ્યાલય, મુંબઈ તરફથી પ્રકાશિત થયેલ છે. ક અહિં પ્રાસંગિક સૂચન કરવું આવશ્યક છે કે—ભરતના નાટ્યશાસ્ત્ર પર પ્રાચીન અનેક વિદ્વાનોએ વિદ્રત્તાભર્યો વ્યાખ્યા-વિવરણો રચ્યાં હતાં, જેમાંથી અભિનવગુપ્તની અભિનવભારતી વ્યાખ્યા વિદ્વજ્જનોમાં વિશેષ માનનીય થયેલ જણાય છે, જેનો મુખ્ય ભાગ ગાયકવાડ – પ્રાચ્યગ્રંથમાલામાં [નં. ૩૬, ૪૮, ૧૨૪] પ્રકાશિત થયેલ છે, તેના સાત અધ્યાયવાળા પ્રથમ ભાગનું નવું સંસ્કરણ પ્રકાશમાં આવી રહ્યું છે. તેના છઠ્ઠા અધ્યાયમાં રસ-વિષયની રસપ્રદ ચર્ચા આવે છે, આચાર્ય શ્રીહેમચંદ્રે પ્રસ્તુત કાવ્યાનુશાસનના ખીજા અધ્યાયમાં રસની માન્યતા સંબંધમાં મત-મતાન્તરો દર્શાવતાં અભિનવગુપ્તાચાર્યના માન્ય મતનું સમર્થન કરવા માટે એમને અભિનવભારતીમાંથી વિવેકમાં વિસ્તારથી અવતરણો કરવાં પડ્યાં છે, તેમણે ત્યાં તે સ્પષ્ટ શબ્દોમાં સૂચિત કર્યું છે કે' इति श्रीमान् अभिनवगुप्ताचार्यस्तन्मतमेव चास्माभिरुपजीवितं વેવિતવ્યમ્ ।’આમ હોવા છતાં ઉપરછલ્લી દોષષ્ટિથી જોનારા આજકાલના કેટલાક સાક્ષરો શ્રીહેમચંદ્રાચાર્ય જેવા સમર્થ દ્રિતીય વિદ્રન પર આક્ષેપ કરવા સજ્જ થઈ જાય છે ! એમાં પોતાની જ ખાલિશતા પ્રકાશિત કરે છે. — અહિં પ્રકાશિત થતું કાવ્યાનુશાસનનું આ નૂતન સંસ્કરણ ‘ પ્રકારા નામના નવીન વિવરણ સાથે પ્રથમવાર પ્રકાશમાં આવે છે અને આ ગ્રંથમાં(પ્રથમ ભાગમાં) હજી માત્ર તેના એક પ્રથમ અધ્યાયનો જ સમાવેશ કરી શકાયો છે, તેમ છતાં તેનાં પૃ. ૩૦૦ થઈ ગયાં છે, તે પરથી તેના આગળના ભાગોનો ખ્યાલ આવશે. આ સંસ્કરણમાં શ્રીહેમચન્દ્રાચાર્યનો વિવેચન કરનાર ‘વિવેક’ જૂદો પ્રકાશિત થયો નથી, તેમ છતાં અહિં પ્રકાશિત થતા ‘પ્રકારા’માં તે અન્ત For Private And Personal Use Only
SR No.020441
Book TitleKavyanushasanam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay Gani
PublisherVijaylavanyasuri Granthmala
Publication Year1956
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy