________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધમાન ગુજરાતના
'જૈન સંસ્થાન- ગુજરાત ઑફિસઃ ૧૦૪, અભિગમ કૉમ્પલેક્ષ, પહેલે માળે, ડૉ. હાઉસની સામે, 'પરિમલ ક્રોસિંગ પાસે, ઓવરબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬
| ફોન : ૦૭૯-૨૬૪૬૦૨૩૬ પૂર્વભૂમિકા : પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુથી ચાલ્યા આવતા બિનસાંપ્રદાયિક જૈન સમાજે પોતાની આગવી પરંપરા અને કાર્યો વડે વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જૈનો માત્ર ધાર્મિક કાર્યો માટે જ નહિ, પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ અને કુદરતી આપત્તિઓમાં ઉદાર હાથે પોતાનું યોગદાન આપવામાં મોખરે રહ્યા છે. તેઓએ જૈન સિદ્ધાંતો અને ફિલોસોફી જેવા કે અહિંસા, ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતા અને તેની ઉચ્ચ ભાવનાઓને અનુસરીને સમાજોપયોગી સત્કાર્યોની સુવાસ ફેલાવી છે. આજે દેશ સમક્ષ સ્વાચ્ય, કેળવણી, સામાજિક સુરક્ષા અને સંસ્કારિતા જેવા અનેક પ્રશ્નો આગળ આવી રહ્યા છે. આથી આજના પરિવર્તનશીલ દેશકાળને ધ્યાનમાં રાખી જૈનોએ પણ તેના પર સંગઠિત સ્વરૂપે વિચાર કરવાની અને તે દિશામાં નક્કર કામ કરવાની જરૂર છે. આને ધ્યાનમાં રાખી જૈન સમાજની પરંપરા પ્રમાણે દેશ તેમજ સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓને સંગઠિત સ્વરૂપે વેગ આપવા ગુરુભગવંતોના માર્ગદર્શનપૂર્વક અને વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા-વિચારણાને અંતે એક સર્વગ્રાહી જૈન સંસ્થાન - ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનના નેજા હેઠળ ગુજરાતમાં સમાજના ઉત્થાન અભ્યદય સાથે વિશ્વકલ્યાણ માટે વિવિધ ક્ષે લો અને વ્યવસાયનાં જુદાં-જુદાં સંગઠનો (ફેડરેશન) રચવામાં આવશે. આ સંગઠન વડે | સ્વીકૃત સમાજોપયોગી યોજના કાર્યક્રમના અમલીકરણમાં મદદરૂપ થશે, તેમાં યોગ્ય દિશાનિર્દેશન અને પ્રોત્સાહન આપશે અને તેમનાં કાર્યોનું મૂલ્યાંકન કરશે.
આવી જ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં શરૂઆતમાં બધાં જ ક્ષેત્રો અને વ્યવસાયોને આવરી લેતા જૈન સંસ્થાન - ગુજરાતના ભાગરૂપે એક જ સંગઠન | સંસ્થાન રચવામાં આવશે અને તે સ્થાનિક ધોરણે જૈન સંસ્થાન ગુજરાતના ઉદ્દેશોને આધીન પ્રવૃત્તિઓ કરશે.
For Private and Personal Use Only