________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Pampir
रक्षोऽस्तु वरराज | सदायशोऽस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ॥
તમારા પરિવારમાં હંમેશાં કલ્યાણ અને શુભનું આગમન થાવ. શ્રી અને સંપત્તિનું ભરપૂર આગમન હો. સમદ્ધિ અને આરોગ્યની તમને સંપ્રાપ્તિ થાવ. તમને ઉત્તમ સંતાનની સમૃદ્ધિ પ્રાપ્તિ થાવ. સૌકોઈ તમારા મિત્રો બને. તમારો યશ સર્વત્ર ફેલાય અને તમારા પરિવારમાં જિનેશ્વર પરમાત્માની ભક્તિનું ઝરણું અવિરત વહ્યા કરે.
'चत्वारि तव वर्धन्ताम्, आयु विद्यायशोबलम्'
‘તમારે આ ચાર બાબતો વૃદ્ધિંગત બની રહે : આયુષ્ય, વિદ્યા, કીર્તિ
અને સામર્થ્ય.'
(૩૭) મંગલકામના
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवंतु भूतगणाः । दोषाः प्रयांतु नाशं सर्वत्र सुखी भवंतु लोकाः ॥ १ ॥ सर्वेपि सुखिनः संतु सर्वे संतु निरामयाः ।
सर्वे भद्राणि पश्यंतु मा कश्चित् दुःखभाग् भवेत् ॥२॥ ॐ क्षेमं भवतु सुभिक्षं, सस्यं निष्पद्यतां जयतु धर्मः । शाम्यन्तु सर्व रोग: ये केचिदुपद्रवा लोके ॥३॥ સૌએ સમૂહમાં ગાન કરવાનું છે -
ક્ષેમકુશળ હો, સહુ જીવોનું સર્વત્ર, સમુચિત વૃષ્ટિ હો, ધરતી પર ધન-ધાન્ય વધે ને ધર્મ-સત્યમય સૃષ્ટિ હો, આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર હો સહુના જીવનથી પ્રભુચરણોમાં, પ્રભુના શરણમાં રહો સમર્પિત તન-મનથી.
ત્ર કનસરવાર | 36
For Private and Personal Use Only