________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ અને નાટક
જૈન ધર્મ'નુ' અસ્તિત્વ અને પ્રસાર, એ પ્રચાર, અને જાહેરાતે ઉપર અવલખતા નથી. પર`તુ આચાર, વિચાર, વાણીની મર્યાદા અને સત્યતા ઉપર અવલંબે છે. સર્વજ્ઞપ્રણિત સિધ્ધાંતાની સાચી સમજ શ્રધ્ધા અને પાલન એજ એક જૈનધર્મની સત્તા અને પ્રસારની આધાર શિલા છે.
જ્યારથી આ આધાર શિલાની ઉપેક્ષા કરીને આજના સુધારાવાદિને કેવલ પ્રચારનુ ઘેલુ લાગ્યુંછે ત્યારથી જૈનશાસન ખરેખર જોખમમાં મુકાઈ ગયું છે.
જૈન ધર્મના પ્રસારના નામે જ્યારથી જૈનધર્મના આધારભુત આચાર વિચાર અને વાણીની મર્યાદાઓનેા અને સત્ય પ્રિયતા તથા સિંધ્ધાતનિષ્ઠાના ત્યાગ કરાયા અને વિષય-કષાય પાષક મનાર'જક ભાગવિલાસનાં સાધનાના ધ ક્ષેત્રમાં પ્રવેશ કરાવાયા ત્યારથી જૈન શાસનને અનેક આપત્તિએ સહન કરવી પડી છે.
વર્તમાનમાં ધર્મને નામે જે નૃત્ય નાટકા ભજવાય છે તે પણ ધર્માંને માટે આપત્તિ સ્વરૂપ છે. કારણ કે આ ધર્મને નામે કરતાં નૃત્ય નાટકામાં પણ આજના લેાકમાનસને અનુકૂળ એવા શૃંગાર અને હાસ્ય રસ વિગેરે પ્રધાન હેાય છે અને ધર્મ પાષક વૈરાગ્ય રસ ગૌણ હોય છે. તે નૃત્ય નાટકના ઉપયાગ પૈસા વિગેરે કમાવા માટે થાય છે આથી તે અનં ૬ડ રૂપ છે. તથા તેમાં પરમ પુરૂષોનાં પાત્રો પામર પુરૂષષ વિકૃત રૂપે રજુ કરતા હાય છે આથી તે અધમ રૂપ જ છે.
1
For Private and Personal Use Only