________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પ્રાથન છે
આ લધુપુસ્તિકાને પ્રાકક્કથનની આવશ્યકતા જણાતી નથી. પરંતુ પુસ્તિકાના વિષયને લક્ષમાં રાખીને કંઈક લખવાનું મન થાય છે તેને હું રોકી શકતું નથી.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માનું વિશ્વકલ્યાણકર શાસન મેક્ષલક્ષી છે. વિશ્વના જીવમાત્રનું કલ્યાણ આ શાસનની આરાધનાથી જ શકય છે અને તે આરાધના શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનુસારે થતી હેય તે જ સાર્થક બને છે. શ્રી વીતરાગ શાસનના પ્રત્યેક અનુષ્ઠાને સંસારસાગરને પાર પામવા અને આત્માને શુદ્ધસ્વરૂપાત્મક મેક્ષને પામવા માટે જ કરવાના છે. શ્રી વીતરાગપરમાત્માની પૂજા-ભક્તિ પણ વીતરાગ બનવા માટે જ કરવાની છે. તે સિવાય ભૌતિક હેતુઓથી કરાતી પ્રભુભકિત પણ સંસારની જ વૃદ્ધિ કરનાર બને છે.
વર્તમાનમાં ધર્મને નામે કરાતાં નાટાને પ્રશ્ન પણ આજ સંદર્ભમાં વિચારણીય છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારી પૂજન વિધારે છે તેમાં નૃત્ય કે નાટક પૂજાના પણ વિધાન છે. તે નાટકપૂજ પ્રભુ સન્મુખ કરવાની છે અને તે પૂજા કરતાં પૂજકના ભાવ એ છે જોઈએ કે- “હે ભગવન ! કર્મની પરવશતાથી હું આ અનાદિસંસારમાં અનંતીવાર નાચ ના છું નાચતાં નાચતાં મેં અનેક પ્રકારના કષ્ટ વેઠયાં છે. હવે તને પામ્યા બાદ તારી આગળ આ નાચ કરીને મારે મારા ભાવનાને અંત આણવે છે”
આવા આશયથી પ્રભુસન્મુખ નૃત્યપૂજા કરવાનું વિધાન છે તથા પ્રભુની ભકિત પિતાની સર્વોત્તમ સામગ્રીથી કરવાનું પણ વિધાન છે. માણસ પાતાની પાસે જે ઉત્તમકળા છે–તેને ઉપગ જે મજ, શોખ કે મને રંજન માટે કરે છે તેનાથી વિષવર્કષાયની પુષ્ટિ થાય અને અનર્થદંડ પાપને બંધ થાય છે અને તે કળા ભવમાં ભ્રમણ કરાવનાર બને છે. જ્યારે તેજ કળાને ઉપયોગ પ્રમુની ભકિતમાં થાય છે તે જ કળા ભવભ્રમણને ટાળનારી બને છે.
For Private and Personal Use Only