________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
– ૩ –
અમદાવાદથી પ્રસિદ્ધિ થતા તા ૧૧-૮-૭૭ના દૈનિક રશમાં નેમ રાજુલ નાટીકા અંગે છપાયેલ સમાચાર
વિષે સત્ય હકીક્ત ઃ અમદાવાદમાં “નેમ રાજુલની નૃત્ય નાટીકા ભજવવાનો પ્રયાસ થયે હતા અને અનેક પૂજ્ય આચાર્ય ભગવંતેનાં માર્ગદર્શન હેઠળ સ્થાનીકશ્રી સંઘે તેને સબળ વિરોધ કરતાં એ વિરોધ સફળ નિવડયા હતા અને નાટીકા ભજવી શકાઈ ન હતી. વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માઓના તારક લેકેત્તર જીવનને રાગીઓના રાગને પિષીને અર્થોપાર્જન કરવા માટે થઈ રહેલા એ દુરૂપયોગને અટકાવીને શ્રી સંધ અનુપમ શાસન સેવા કરી છે તેની અને એમાં પ્રેરણા આપનાર પૂજ્ય આચાર્યાદિ મુનિભગવંતની શાસ્ત્ર નિષ્ઠાની ખુબ ખુબ અનુમોદન કરૂ છું. આમ છતાં યે ખેદની વાત છે કે નાટીકાના સમર્થ કે વિરોધની પ્રમાણિકતાને સમજી શક્યા નથી, અને નિષ્ફળતાથી ઉશ્કેરાઈને ગેરસમજ ફેલાવી રહ્યા છે.
અમારા ધર્મદાતા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજાએ, અન્ય પ્રશ્નોની જેમ આ પ્રશ્ન પણ શાસ્ત્રાનુસારી અભિપ્રાય આપતાં તા. ૫-૮-૭૭ના “સ દેશ” પત્ર અનુસાર સ્પષ્ટ જણાવ્યું કે આવા કાર્યક્રમ ભજવવાથી શ્રી તીર્થંકર પરમાત્માની આશાતના થાય છે. આના જવાબમાં નાટીકાના સમર્થકોએ પુજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં આ નાટીકા ભજવાયાને વિકૃત પ્રચાર કર્યો અને એમાં શ્રી જૈન પ્રવચન સાપ્તાહિક (જેમાં પૂ. આચાર્યદેવશ્રીનાં પ્રવચનોનું અવતરણ રજુ કરવામાં આવે છે તે) માંને અહેવાલ રજુ કરતાં અમારે આ સ્પષ્ટતા કરવી પડે છે. p પૂ. આચાર્યદેવશ્રીની નિશ્રામાં માટુંગામાં મારા તરફથી ઉજવાયેલા શ્રી અંજન શલાક મહત્સવના “રાજ્યભિષેક”ની ઉજવણી પ્રસંગે રાજદરબારમાં નૃત્ય કરવા શ્રી હિંમતસિંહ ચૌહાણને અમે આમંત્રણ આપ્યું હતું. આ
For Private and Personal Use Only