________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
]
દેઢ ને ત્રણ કાલથી, એથી ત્રણસે થાય; કલ્યાણક જિનવરતણા, સેવતા સુખ થાય. ૮ અગીયારસ આરાધવાએ, ઉદ્યમ કરો શુભ ચિત્ત; દાન દયા સૌભાગ્યથી, મુક્તિવિમળ સુખ નિત્ય. ૯
અથ શ્રી બારસ તિથિનું ચૈત્યવંદન કાર્તિક વદિ બારસ દિને, ચવિયા નેમિ જિણુંદ જમ્યા છઠ્ઠા આણંદજી, તેહિજ દિન સુખકંદ. | ૧ કાર્તિકશુિદ બારસ તિથિ, અરજિનને કેવળનાણ; જમ્યા પોષ વદિ બારસે, આઠમા જિન જગભાણ. ૨ છે મહા વદ બારસ જનમીયા, દશમા શીતલનાથ; દીક્ષા પણ તેહિ જ દિને, લીધી શ્રી જિનનાથ. ૩ ! માહા સુદ બારસ વ્રત લિયે, અભિનંદન સ્વામી, ફાગણ વદ બારસ દિને, કેવળી સુવ્રતસ્વામી. ૪ જન્મ ફાગણ વદ, શ્રી શ્રેયાંસજિનેશ ફાગણ સુદ બારસ શુભે, વ્રત લે સુત્રત મુનીશ. . પ ફાગણ શુદની બારસે, મદ્ધિનાથ શિવગામી; ચવ્યા વૈશાખ શુદિ બારસે, વિમલનાથ ગુણધામો. પે ૬ જેઠ સુદ બારસ જનમીયા, સુપાર્શ્વ જિનરાય; કલ્યાણક બારસ દિને, ત્રણસેં નેવું થાય. ૭ એમ બારસ તિથિ સેવતાએ સકલ કામ મન સિદ્ધ; દાન દયા સાભાગ્ય શું, મુક્તિવિમળ પદ લીધ. ૮
For Private And Personal Use Only