________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ધર્મની દિશા આ સામાન્યપણે સાધુધર્મનાં તેમજ ગૃહસ્થ ધર્મનાં કર્તવ્યને સાર કહીને બતાળ્યો. બાકી આ વિષયના ગ્રંથ જૈનશાસનમાં ઘણ રચાયેલા છે તે જોવાથી જ વિશેષ ખાત્રી થાય, પણ લખીને કે કહીને ટુંક વખતમાં બતાવી શકાય નહિ. એટલું કહીને આ વિષયની સમાપ્તિ કરું છું.
માનુસારીના પાંત્રીશ ગુણે. આજ સુધીના વ્યાખ્યામાં દેવ, ગુરુ અને ધર્મનાં સ્વરૂપની સાથે, સાધુધર્મનાં તેમજ ગૃહસ્થધર્મનાં કર્તવ્યનું સ્વરૂપ કિંચિત્ માત્ર કહી બતાવ્યું, પરંતુ તે ગૃહસ્થ ધર્મના અધિકારી થયા વિના તાદૃશ ફલની પ્રાપ્તિ થવાનો સંભવ નથી. જેમકે આંબાને મહેર કેયલના કંઠને જ ઉઘાડવાવાલો થાય છે, પણ કાગડાને કંઠને ઉઘાડવા સમર્થ થતો નથી. વળી જુઓ કે, ચંદ્રમાનાં કિરણે ચંદ્રકાંત મણિને જ દ્રવીભૂત કરવાને સમર્થ થાય છે, પણ બીજા પત્થરાઓને દ્રવીભૂત કરવાને સમર્થ થતાં નથી. તે જ પ્રમાણે આગળ કહેવામાં આવતી નીતિઓની સંભાળ કર્યા વિના ગૃહસ્થ –ધર્મમાં અનેક પ્રકારની ખલના થવાને સંભવ છે માટે તે કર્તવ્યાનું સ્વરૂપ પાંત્રીસ ગુણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી કુમારપાલ મહારાજાને કહીને બતાવેલું તેને કિંચિત્ સાર કહીએ છીએ. પાંત્રીશ ગુણે: ૧–ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું. ૨–સાંરા પુરુષના આચારની પ્રશંસા કરવી. ૩-કુલ અને શીલથી સદશ અન્ય શેત્રીઓની સાથે લગ્ન કરવું. ૪-પાપને ભય રાખ. પ-પ્રસિદ્ધ દેશાચારને અંગીકાર કરો.
For Private And Personal Use Only