________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાખ્યાન પહેલું
जातः सूर्यकुले पिता दशरथ:, क्षोणिभुजामग्रणी। सीता सत्यपरायणा प्रणयिनी, यस्यानुजो लक्ष्मणः ।। दोदंडेन समो न चास्ति भुवने, प्रत्यक्षविष्णुः स्वयम् । . रामो येन विडम्बितोऽपि विधिना, चान्ये जने का कथा ॥१॥
અર્થાત જે મહાત્મા સૂર્યકુલમાં ઉત્પન્ન થયા છે, જેમના પિતા દશરથ છે અને જે સર્વ રાજાઓમાં અગ્રેસર છે; સત્યમાં તત્પર એવી સીતા જેની સ્ત્રી છે, તથા લક્ષમણ જેમના નાના ભાઈ છે, પિતે પ્રત્યક્ષ વિષ્ણુ રૂપ છે, જેની ભુજાના બલ સમાન બીજું કઈ બલવાન નથી, એવા જે રામચંદ્રજી–તેમની પણ કર્મરાજાએ વનવાસાદિક અનેક પ્રકારની વિડંબના કરી, તો પછી બીજાઓને માટે તે કહેવું જ શું?
આ વાક્યથી પણ એ જ વાત સિદ્ધ થાય છે કે, કર્યા કર્મ આગલ કે પાછલ, ભેગવ્યા વિના છૂટકે નથી : માટે મહાત્મા
એ આપણને જે જે અનીતિઓથી દૂર રહેવા ફરમાવ્યું છે, તે તે અનીતિઓથી શક્યતાના પ્રમાણમાં આપણે આપણે બચાવ કર, એ જ આપણું કલ્યાણને ખરે માર્ગ છે. રસ્વરૂપ સંબંધી વિચાર:
તે માર્ગ તેના પ્રવર્તકેથી જ પ્રાપ્ત થાય છે, તેથી એ પ્રવતૈકેના સ્વરૂપને જાણવાની આવશ્યકતા છે. એ માર્ગના મુખ્ય પ્રવર્તક બે છે. પ્રથમ પ્રવર્તક પરમાત્મા તરીકે ઓળખાય છે તે અને બીજા તેમના કથનાનુસાર વર્તન કરનારા તથા લોકોને તેવી પ્રવૃત્તિ કરાવનારા ગુરૂનાં નામથી ઓળખાય છે તે. આ દેવ-ગુરુએ કથન કરેલે માગે તે ધર્મ. એ ધર્મ શી વસ્તુ છે, તે આ ત્રણેનું સામાન્યપણે સ્પષ્ટીકરણ કરવાથી જાણવામાં આવી શકશે.
१ सुभाषितरत्नभांडागार
For Private And Personal Use Only