________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસે અધ્યાપનીય વેદનીય કર્મ નિવારણાય તૃતીય પૂજાષ્ટક પ્રારંભ
प्रथम जळपूजा
દુહા ત્રીજું અઘાતી વેદની, જાવ લહે શિવશર્મ, સંસારે સવિ જીવને, તવ લગે એહિ જ કર્મ. ૧. બંધીય અધ્રુવ કહી, ધ્રુવ સત્તાએ હોય; પયડી અઘાતી જાણીએ, શાતા અશાતા દેય. ૨. કર્મ વિનાશીને હુવા, સિદ્ધ બુદ્ધ ભગવાન તે કારણ જિનરાજની, પૂજન અષ્ટ વિધાન. ૩. ન્હવણ વિલેપન કુસુમની, જિનપુર ધૂપ પ્રદીપ અક્ષત નૈવેદ્ય ફળતણી, કરો જિનરાજ સમીપ. ૪.
વાળ (રૂડી ને રઢીયાળી રે વાલ્હા-એ દેશી) હવણની પૂજા રે, નિર્મળ આતમા રે; તીર્થં-- દિકના જળ મેલાય, મનહર ગધે તે ભેળાય.—વણ૦૧. સુરગિરિ દેવા રે, સેવા જિનતણી રે; કરતાં ન્હવણ તે નિર્મળ થાય, કનક રજત મણિ કળશ ઢળાય. ~૨.
For Private and Personal Use Only