________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૪૫)
ઢાળી (ચંદ્રશેખર રાજા થયા–એ દેશી.) અવધિરૂપી ગ્રાહકો, ષ ભેદ વિશેષે; અવધિદર્શન તેહનું, સામાન્ય દેખે. એ ગુણ લેઈ ઉપન્યા, પરભવથી સ્વામી; આ ભવમાં સુખીઆ અમે, તુમ દર્શન પામી. એ આંકણી. દેવ નિરય ગતિથી લહે, ગુણથી નર તિરીયા કાઉસગ્નમાં મુનિ હાસ્યથી, હેઠા ઊતરીયા, એ ગુણ૦ ૨ પરિણામે ચઢતી દશા, રૂપી દ્રવ્ય અનંતા; જઘન્યથી ઉત્કૃષ્ટથી, સવિ દ્રવ્ય મુર્ણતા. એ ગુણ ૩ ક્ષેત્ર અસંખ્ય અંગુળ લઘુ, ગુરુ લેક અસંખા; ભાગ અસંખ્ય લઘુ આવળી, ઉસ્સપિણી અસંખ્યા. એક ચાર ભાવ દ્રવ્ય એકમાં, લઘુ ભાવ વિશેષે; અસંખ્ય પર્યવ દ્રવ્યને, ગુરુ દર્શન દેખે, એ ગુણ ૫ નંદી સૂત્રે એણપરે, કહ્યું અવધિ નાણ નિરાકાર ઉપયોગથી, દર્શન પરિમાણ. એ ગુણ- ૬ વિભેગે પણ દાખીયું, દર્શન સિદ્ધાંત; તત્ત્વારથ ટીકા કહે, દર્શન એકાંતે. એ ગુણ૦ ૭ તસ આવરણ દહનભણી, ધૂપપૂજા કરીએ; શ્રી શુભવીર શરણ લહી, ભવસાયર તરીએ એ ગુણ૦ ૮
For Private and Personal Use Only