________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
(અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરનાર છે અને જગતના જીને આંતરિક મંગળના કારણરૂપ છે. ૧. પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી દીપકવડે પાપરૂપી પતંગના સમૂહે બળી જવાથી નિર્મળ આત્મપદ–એક્ષપદ પ્રાપ્ત કર્યું છે જેમણે તેવા સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨. ' મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે-તેમાં એટલું ફેરવવું કે-મન - પર્યવજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે દીપકવડે પૂજા કરીએ છીએ.
अथ षष्ठ अक्षतपूजा
દુહા ઘનઘાતી ઘાત કરી, જેહ થયા મુનિભૂપ; બહિરાતમ ઉચ્છેદીને, અંતર આતમરૂપ. ૧
ઢાળ
(સાહેલડીયાની દેશી) અક્ષત પદ વરવા ભણી, સુણે સંતાજી; અક્ષત પૂજા સાર,ગુણવંતાજી; અક્ષત ઉવળતંદુળા, સુણો ઉજવળ જ્ઞાન ઉદાર. ગુણ ૧. પંચમ પગઈ ટાળવા, સુણાવ વરવા પંચમ જ્ઞાન ગુણ ત્રિશલાનંદ નિહાળીએ, સુણો બાર વરસ એક ધ્યાન. ગુણ ૨. નિંદ સ્વપ્ન” જાગર દશા, સુણો, તે સવિ દૂરે હોય; ગુણ
* અહીં પ્રથમ છપાયેલ બુકમાં શયન શબ્દ હતો તે અશુદ્ધ જણાવાથી ફેરવીને સ્વપ્ન કર્યો છે.
For Private and Personal Use Only