________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૬ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે પરભાર્યા મેરુપર્વત ઉપર આવે. પછી અચુત ઈંદ્રની આજ્ઞાથી દેવે ક્ષીરસમુદ્રના, ગંગા વિગેરે નદીઓના, માગધ–વરદામાદિ તીર્થોના જળ, મૃત્તિકા, પુષ્પ, ઔષધિઓ વિગેરે લાવે.
પછી ઈદ્રની આજ્ઞાથી આઠ પ્રકારના કળશે આઠ આઠ હજાર વિકુ, (સેનાના, રૂપાના, રત્નના, સનારૂપાના, સોનાના ને રનના, રૂપાના ને રનના, સેનાના રૂપાના ને રત્નના તથા મૃત્તિકાના એમ આઠ પ્રકારના જાણવા.) એકંદરે ૪૦૦૦ કલશવડે એકેક વાર અભિષેક કરે. એવા અઢીસો અભિષેક કરીને, સુગંધી વસ્ત્રવડે શરીર લૂછી, ચંદનવડે ચચી, કુસુમવડે પ્રભુની પૂજા કરે, આરતિ મંગળ દીવ ઉતારે, અષ્ટમંગલિક આળેખે અને ગીત-વાજીત્ર-નૃત્યાદિકને અનેક પ્રકારનો ઠાઠ કરે-ભાવભક્તિ કરે. - ઈત્યાદિ ઉત્સવ કરી સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુવી પ્રભુને
* અઢીસે અભિષેક આ પ્રમાણે-અઢી દ્વીપમાં રહેલા ૧૩૨ સૂર્યને ૧૩૨ ચંદ્રના પરિવાર સાથે ૧૩૨ અભિષેક, તે સિવાયના ૬૨ ઈદ્રોના ૬૨ અભિષેક, સૌધર્મને ઈશાનંદ્રની મળી ૧૬ ઈદ્રાણુઓના ૧૬, ચમરેંદ્ર ને બલીંદ્રની પાંચ પાંચ દ્રાણીઓના ૧૦, ધરણેન્દ્ર ને ભૂતાનંદે વિગેરે નવ નિકાયના ૧૮ ઇંદ્રોની છ છ ઈદ્ર ણીઓના ૧૨, વ્યંતર ૩૨ ની ચાર ચાર ઈદ્રાણીઓના ૪, જ્યોતિષી | દરેક ઈંદ્રોની ચાર ચાર ઈંદ્રાણીઓના ૪, ચાર લેપાળના ૪ અને બાકીના અંગરક્ષક, સામાનિક, કટકપતિ, ત્રાયત્રિશક, ત્રણ પર્ષદાન દે અને પ્રકીર્ણ દેના એકેક એમ કુલ ૬ એ રીતે એકંદર અઢીસે. અભિષેક જાણવા. (ઇદ્ધોના ૧૯૪, ઇંદ્રાણુએના ૯૬ ને લાપાળાદિ ૧ એમ ૨૫૦ સમજવા ) દરેક અભિષેકમાં ૬૪૦૦૦ કળશ સમજવા. કુ એક ડ ને સાઠ લાખ કળશ જાણવા.
+ અહીં આદિ શબ્દ રાધિર્મેન્દ્ર પ્રભુને ઈશાનંદ્રના ખળામાં આપીને ચાર વૃષભના ઇંગવડે કરેલ અભિષેક સમજી લેવો.
For Private and Personal Use Only