SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૬) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ ૪ જીવદયા માટે એટલે વર્ષાઋતુમાં ધુમ્મસમાં રહેલા અપૂકાય જીની રક્ષા માટે અથવા સૂક્ષ્મ દેડકીઓ વિગેરે જીવેથી વ્યાપ્ત થયેલી પૃથ્વી હોય ત્યારે તે જીની રક્ષા માટે આહાર લે નહીં–લેવા નીકળે જ નહીં. ૫ ચતુર્ણાદિક તપ કરવાને માટે આહાર કરે નહીં તથા ૬ છેવટ મરણ વખતે સંયમ પાળવાને અસમર્થ થયેલા દેહને ત્યાગ કરવા માટે આહાર લે નહીં. - ઈત્યાદિ શ્રી નેમિનાથ પ્રભુના મુખથી કહેલ શિક્ષાને ધારણ કરતાં ઢંઢણઋષિ આસક્તિ રહિત થઈને “જે કાંઈ પ્રાસુક અન્ન મળી જાય તેનો આહાર કરે.” એવી રીતે વિચરવા લાગ્યા. એકદા તે મુનિને પૂર્વે કરેલા અન્તરાય કર્મને ઉદય થયે, તેથી તે ભિક્ષાને માટે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં શુદ્ધ ભિક્ષા પામે નહીં એટલે તેણે એ અભિગ્રહ લીધે કે “આજ પછી હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ પારણું કરીશ, નહીં તે પારણું નહીં કરુ; બીજા મુનિઓએ લાવેલ આહાર હું ગ્રહણ કરીશ નહીં.” એ અભિગ્રહ લઈને પ્રભુની સાથે વિહાર કરતાં અન્યદા દ્વારકાનગરીમાં આવ્યા. ત્યાં પણ તેવી જ રીતે પોતે કૃષ્ણના પુત્ર છતાં, જગદગુરુના શિષ્ય છતાં, સ્વર્ગની લક્ષ્મીને પણ જીતનાર એવી સમૃદ્ધિવાળી દ્વારકાનગરીમાં મેટા મેટા શ્રીમંતેના ઘરમાં પર્યટન કરતાં છતાં ઢઢણમુનિને કાંઈ પણ આહાર મળે નહિ. એક દિવસ બીજા કેઈ મુનિ ઢંઢણમુનિની સાથે ગોચરી ગયા તો તેને પણ આહાર મળે નહીં, તેથી બીજા મુનિઓએ પ્રભુને પૂછ્યું કે “ભગવન્! આ ઢંઢણઋષિ ક્યા કમને લીધે શ્રાવકના ઘરથી પણ ભિક્ષા પામતા નથી ?” ભગવાન બોલ્યા કે—“તેના પૂર્વભવનું વૃત્તાંત સાંભળે. પૂર્વે ધાન્યપુર નામના ગામમાં પારાસર નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તે રાજાને નિગી (અધિકારી) હોવાથી રાજાએ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy