________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપી સાવીની કથા
તેનુ અભુત રૂપ જોઈને બધા કામી પુરુષ તેને જ ઈચ્છવા લાગ્યા. અક્કાની પુત્રીને જોયા છતાં તેને કેઈ ઇછતું નહોતું. આથી અકઠા ક્રોધાયમાન થઈને વિચારવા લાગી કે–“આ દાસીના નાક, કાન અને હઠ કાપવા ગ્ય છે, નહિ તો તે મારી પુત્રીની કિંમત ઓછી કરાવશે. એવામાં તે જ રાત્રે કઈ વ્યંતર દેવે દાસીને અક્કાના વિચારનું સ્વમ આપ્યું, તેથી તે ભયભ્રાંત થઈને પ્રભાતે વેશ્યાના ઘરમાંથી ભાગી છૂટી. ત્યાંથી ભમતાં ભમતાં તેણે છ માસ વ્યતીત કર્યા. પછી કઈ ગૃહસ્થના પુત્રે તેને ઘરમાં રાખી. એકદા તે શ્રેણીની પત્નીને ઈર્ષ્યા આવી, એટલે તે જ્યારે ગાઢ નિદ્રામાં સુખસ્વમ લેતી હતી ત્યારે તે પત્નીએ ક્રોધથી તેના ગુઠ્ઠા સ્થાનમાં લેઢાની કેશ ભરાવી, જેથી તે મરણ પામી. પછી શેઠાણીએ તેના શરીરના કટકે કટકા કરીને ગીધ વિગેરે પક્ષીઓને ખવરાવી દીધા. એ વૃત્તાંત જ્યારે તે શ્રેષ્ઠીના જાણવામાં આવે ત્યારે વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર અંગીકાર કર્યું.
તે દાસી ઘણા ભવ ભ્રમણ કરીને, કર્મવેગે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થઈ. ત્યાંથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી ધાન
નિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અનેક ભવ પામીને નિર્ધન બ્રાહ્મણ પણમાં ઉત્પન્ન થઈ. પછી અનુક્રમે વ્યંતરપણું, બ્રાહ્મણપણું, નરકગમન, સાત સાત ભવ સુધી પાડે, મનુષ્ય, માછલી થઈને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુછી મનુષ્ય થઈ. પછી પશુ અને સર્વે એનિમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી મરીને પાંચમી નરકે ગઈ. ઈત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લક્ષ્મણાનો જીવ, પદ્મનાભ સ્વામીના સમયમાં કેઈક ગામમાં કુબડી સ્ત્રી થશે. તેને અવિનીતપણાને લીધે તેના માબાપ ઘરમાંથી કાઢી મૂકશે. પછી અરણ્યમાં ભ્રમણ કરતાં કંઈક પુદયથી શ્રી પદ્મનાભ પ્રભુના દર્શન થશે. ત્યાં તે
For Private and Personal Use Only