________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નચૂડની કથા
(૨૬૩) વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. જે સાંભળતાં અક્કા બોલી કે– “એમાં તમારા બધા મનોરથ વ્યર્થ થશે, તમને કંઈ પણ લાભ થાય એમ મને લાગતું નથી, કારણ કે તેની ઈષ્ટ વસ્તુથી વહાણ ભરી આપવાનું તમે કબૂલ કર્યું છે, તે ઈચ્છા તે અનેક પ્રકારની થાય છે, તેથી તે કદાચ તમને કહેશે કેમચ્છરના અસ્થિથી વહાણ પૂરી આપે” તે તમે શું કરશે?”
તેઓ બોલ્યા- “તેનામાં એવી બુદ્ધિ કયાંથી? કારણ કે તે તે બાલક જેવો લાગે છે અને તરુણ હોવાથી તેનામાં એવી તર્કશક્તિ સંભવતી નથી.”
અક્કો બોલી–“કઈ બાલક છતાં ભારે બુદ્ધિશાળી હોય છે અને કઈ વૃદ્ધ છતાં મહામૂર્ખ હોય છે, માટે અવસ્થા પરથી કાંઈ બુદ્ધિનું માપ નીકળી શકતું નથી” એમ સાંભળીને તેઓ ચારે પિતાના સ્થાને ચાલ્યા ગયા.
એવામાં પેલે મેજડીવાળો હસતો હસતે આવીને અક્કાને કહેવા લાગ્ય-“આ નગરમાં કઈ શ્રેષ્ઠીપુત્ર આવે છે. તેને મેં એક મેજડી ભેટ કરી છે, તેને સ્વીકાર કરતાં તેણે કહ્યું કે-“હું તને રાજી કરીશ.” તેથી તેનું સર્વસ્વ લઈને જ હું ખુશી થવાને.” એ પ્રમાણે સાંભળીને અક્કા બોલી–“ અરે કારીગર! તું પણ તારે મને રથ સાધી શકે એવું મને લાગતું નથી. કદાચ તે તને એવું પૂછશે કે- રાજાને ત્યાં પુત્રને જન્મ થયે, માટે તું ખુશી છે કે નહિ? કહે.” ત્યારે તું શું કહીશ? અને તે એમ કહીને જ તને રાજી કરશે, તે પછી તારી શી. ગતિ થશે?” આવું અક્કાનું કથન સાંભળીને તે ચાલતે થયે.
પછી પેલા કાણુએ આવીને પિતાની પૂર્ણતાની હકીકત યમઘંટાને કહી સંભળાવી. જે સાંભળતાં તે જરા હસીને કહેવા
For Private and Personal Use Only