________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. પ્રત્યાખ્યાન કષાય નિવારણ સંબંધી પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૯૫)
૯ રત્નચડની કથા આ ભરતક્ષેત્રમાં આવેલ તામ્રલિસિ નામે નગરીમાં રત્નાકર નામે એક શેઠ વસતે હતો. તેને સરસ્વતી નામે પત્ની હતી. સાંસારિક ભેગવિલાસ કરતાં એ ભાગ્યશાળી દંપતીને રત્નસૂડ નામે એક પુત્ર થયે. માતા-પિતાના લાડમાં પ્રતિદિન વૃદ્ધિ પામતો રત્નચૂડ યૌવનાવસ્થા પામ્યું. પિતે તરુણ છતાં પિતાની સંપત્તિને લઈને તે કોઈ પણ પ્રકારે વ્યાપારની ચિંતામાં ન પડતાં એક વિલાસીની જેમ મસ્ત થઈને ફર્યા કરતું હતું. તેમ વર્તવામાં રત્નાકર શેઠનું તેના પર લેશ પણ દબાણ ન હતું; કારણ કે તે પોતાને એકને એક પુત્ર હોવાથી તેનું મન દુભાવવાને ઈચ્છતા ન હતે.
એકદા રચૂડ પિતાની સંપત્તિની ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જતે હતા તેવામાં રાજમાર્ગમાં તે સૌભાગ્યમંજરી નામની વેશ્યા સાથે અથડાયે. એથી વેશ્યા ગુસ્સે થઈને કહેવા લાગી કે–“ અરે ! આવા મોટા રાજમાર્ગમાં પણ તું સામે આવનાર મને કેમ જોઈ શકતો નથી ? શું લક્ષ્મીના મદથી તું ઘેલું બની ગયે છે ? કે તારી દષ્ટિમાં મંદતા આવી ગઈ છે? લક્ષ્મીને મદ કરે તારે ઉચિત નથી, કારણ કેपित्रोपार्जितवित्तेन, विलासं कुरुते न कः ? स श्लाघ्यो यः स्वयं लक्ष्मीमुपायं विलसत्यहो! ॥१॥
પિતાએ ઉપાર્જન કરેલ ધનથી વિલાસ કેણ કરતું નથી ? પરંતુ જે પિતે લક્ષ્મી ઉપાર્જન કરીને વિલાસ કરે તે જ પ્રશંસનીય ગણાય છે.”
એ પ્રમાણે કહીને વેશ્યા પિતાને સ્થાને ચાલી ગઈ. વેશ્યાનું
For Private and Personal Use Only