________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃગાપુત્રની કથા.
વર્ષનું આયુષ્ય પૂરું કરી, મરણ પામીને આ જ ભરતક્ષેત્રમાં વેતાય. સમીપે તે સિંહ થશે, ત્યાંથી મરણ પામીને ફરી વાર પહેલી નરકે જશે, ત્યાંથી સરળીયા–નેળીયાપણાને પામી બીજી નરકે જશે, ત્યાંથી પક્ષી થઈ ત્રીજી નરક જશે, એમ એક એક ભવને આંતરે સાતમી નરક સુધી જશે. પછી મચછાપણું પામશે, પછી સ્થળચર જીમાં આવશે, પછી ખેચર પક્ષી જાતિમાં ઉપજશે, પછી ચતુરિદિય, તેઈદ્રિય અને બેઇંદ્રિયમાં આવશે, પછી પૃથિવી વિગેરે પાચે સ્થાવરમાં ભમશે. એવી રીતે ચોરાશી લાખ નિમાં વારંવાર ભમી અકામનિર્જશવડે લધુકમ થવાથી પ્રતિષ્ઠાનપુરે એક શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉપજશે. ત્યાં સાધુના સંગથી ધર્મ પામી. દેવતા થશે. ત્યાંથી આવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.”
આ પ્રમાણે શ્રી વીરપ્રભુએ ગૌતમસ્વામીને લેઠકને સંબંધ કહ્યો. આ કથાને સારાંશ હદયમાં ધારણ કરીને આસ્તિક પુરુષોએ ચરાચર જીવોની હિંસા છોડી દેવી અને હંમેશાં પિતાનું ચિત્ત અહિંસક કરવું.
મોહનીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ 6)
૮. ગંધર્વ નાગદત્તની કથા જે માણસ સર્પ તુલ્ય કોધ, માન વિગેરે કષાયોને જરા પણ વશ થતું નથી, તે નાગદત્ત કુમારની પેઠે મુક્તિપદને પામે છે. તે નાગદત્તનું દષ્ટાંત આ પ્રમાણે–
પૂર્વે કઈ બે સાધુઓ તપ કરવાથી સ્વર્ગે ગયા. ત્યાં રહ્યા થકા તે બન્ને માંહમાંહ કહેવા લાગ્યા કે “આપણામાંથી જે પહેલે ચવીને મૃત્યુલોકમાં જાય, તેને બીજાએ આવીને પ્રતિબંધ કર.” લક્ષ્મીપુર નામના નગરમાં દત્ત નામને શ્રેણી વસતે હતો.
For Private and Personal Use Only