________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવસેન રાજાની કથા
(૨૪૭)
પ્રચુંજશે. અવધિજ્ઞાનના બળથી અતીતકાળે તે રાજા કોણ હતે એમ જોશે. પછી તેને કહેશે કે “તું ખરેખર વિમળવાહન રાજા નથી, દેવસેન રાજા નથી, મહાપ નથી, પણ તું તે આ ભવથી ત્રીજા ભવમાં મંખલીપુત્ર ગોશાલક નામે હતો અને તે ભવમાં મુનિઓને ઘાત કરનાર એવો તું છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા હતા તે છે. જો કે તે વખતે સર્વાનુભૂતિ અણગારે સમર્થ છતાં પણ તારે અપરાધ સહન કર્યો, ક્ષમા કરી, તિતિક્ષા કરી અને સુનક્ષત્ર અણગારે પણ તેવા જ પ્રકારની ક્ષમા કરી તેમજ વીર પરમાત્માએ પણ પોતાની નજરે બે મુનિને તે બાળી નાખ્યા તે જોયા છતાં ક્ષમા કરી પણ હું તે ક્ષમાશીલ ન હોવાથી તારે અપરાધ ક્ષમા કરીશ નહીં અને જે ફરીને આ પ્રમાણે અપરાધ કરીશ તે મારા તપતેજથી તને અશ્વ તેમજ રથ સહિત બાળીને ભસ્મ કરી દઈશ.”
સુમંગળ અણગારે આ પ્રમાણે કહેવાથી તે રાજા ઊલટે વિશેષ કોપાયમાન થઈ તે મુનિને ત્રીજી વાર રથના અગ્રભાગવડે પાડી નાખશે. તે વખતે સુમંગળ અણગાર તેજલેશ્યાવડે તે રાજાને ઘોડા તથા રથ સહિત બાળીને ભસ્મ કરી નાખશે.”
આટલી વાત પ્રભુએ કહ્યા પછી શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે–હે પ્રભુ! સુમંગળ અણગાર તે ભવમાં કાળ કરીને કયાં જશે?” પ્રભુ ઉત્તર આપે છે કે- “હે ગતમ! સુમંગળ મુનિ તેને ભસ્મ કર્યા પછી અનેક પ્રકારના તપ તપી, માસિક સંલેખના કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થશે. ત્યાં તેત્રીશ સાગરેપમની સ્થિતિ ભેગવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સર્વ કર્મ ખપાવીને મેક્ષે જશે.”
વળી શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે-“હે પ્રભુ! તે વિમળવાહન રાજા મરણ પામીને કયાં ઉત્પન્ન થશે ?” પ્રભુ ઉત્તર આપે છે કે
For Private and Personal Use Only