________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪ર)
ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ
| દર્શનાવરણીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૫૫)
- ૪, શેઠની પુત્રવધૂનું દૃષ્ટાંત એક શેઠને એક પુત્રવધૂ હતી. તેને થીણુદ્ધિ નિદ્રા આવતી હતી. એક વાર તે નિદ્રા આવી એટલે તે વહુ ઘરમાંથી તમામ ઘરેણાંના ડાબલા લઈને એક મોટી શિલા ઉપાડી તેની નીચે મૂકી આવી. સવારે ઘરેણું ગયાની ખબર પડતાં સોએ જાણ્યું કેરાત્રે કઈ ચોર આવીને બધું ઉપાડી ગયે. પછી ઘણું તજવીજ કરી પણ પત્તો લાગ્યો નહિ. પછી છ મહિને પેલી વહુને તે નિદ્રા ફરીને આવી એટલે તેણે શિલા ઉપાડી અને તેની નીચેથી અધા ડાબલા લાવીને ઘરમાં મૂકી દીધા. સવારમાં બધું ઘરેણું પાછું આવ્યું જાણીને સૌને આશ્ચર્ય થયું. પછી એ બાબત કેઈ જ્ઞાની મુનિ પધારતાં તેમને પૂછયું, એટલે તેમણે તેમની પુત્રવધૂની નિદ્રાનું કાર્ય કહી બતાવ્યું. એટલે તે હકીકત સૌના જાણવામાં આવી. શેઠે તે વહુને તેને પીયર મેકલાવી દીધી
વેદનીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૬૭)
૫, જીરણશેઠનું વૃત્તાંત વિશાળા” નગરીમાં પ્રથમ જે નગરશેઠ હતા તે દ્રવ્ય ઘટવાથી અથવા વૃદ્ધ થવાથી અને તેને સ્થાને બીજાને શેઠ સ્થાપવાથી આ જીર્ણ ( જૂના ) શેઠ કહેવાતા હતા. નવા નીમેલા શેઠનું નામ પૂરણ હતું. તે મિથ્યાત્વી હતે. વીરપ્રભુએ છદ્મસ્થાવસ્થામાં માસી તપ કરેલે પણ તેઓ શું તપ કર્યો છે તે કેઈને કહેતા નહીં, તેથી દરરોજ જીર્ણશેઠ પિતાને ત્યાં વહેરવા માટે પધારવાની વિનંતિ કરી આવતા. છેવટ આજે તે જરૂર
For Private and Personal Use Only