________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિશાળી રેહકની કથા
(૨૨)
તરફથી આવેલા કુકડાને યુદ્ધ કરતે જોઈને સવે લેકે વિમિત થયા. રાજાને તે હકીક્ત નિવેદન કરવામાં આવી.
વળી કેટલાક દિવસ પછી રાજાએ હુકમ કર્યો કે – “તમારા ગામમાં અતિ સુંદર વેળુ(રેતી) છે, તેથી તે સુંદર વેળમાંથી કેટલાંક સારાં દેરડાં બનાવરાવીને અત્રે એકલ” રાજાને આ હુકમ આવવાથી ફરી સર્વે એકઠા થયા અને રિહકને પૂછયું. તેણે પ્રત્યુત્તર કહેવરાવ્યું કે-“અમે તે નટ છીએ. નૃત્યાદિ કરી જાણીએ છીએ. વેળુનાં દોરડાં કેવાં હોય તે જાણતા નથી, પરંતુ રાજાના હુકમને તે અવશ્ય અમલ કરે જ જોઈએ; માટે રાજદરબાર મટે છે. ત્યાં જૂના વખતના ઘણું વેળુનાં દેરડાં પડ્યાં હશે, તેમાંથી એકાદું દેરડું નમૂના તરીકે અત્રે મેકલજે તેથી તે નમૂના પ્રમાણે નવાં વેળુનાં દેરડાં બનાવરાવીને અમે મોકલશું.” રાજપુરુષોએ આ સંદેશે રાજાને કહા. રાજા નિરુત્તર થઈ ગયે અને કોઈ પણ પ્રત્યુત્તર મોકલી શક્યો નહિ.
વળી કેટલાક દિવસ પછી એક રોગગ્રસ્ત અને મરી જાય તેવા વૃદ્ધ હસ્તીને તે ગામ મોક અને કહેવરાવ્યું કે-“ આ હાથી મરી જાય તે પણ મરી ગયે છે એવા સમાચાર કહેવરાવશે નહિ; અને તેના સમાચાર હમેશાં કહેવરાવજે. જે હમેશાં નહિ કહેવરાવે તે તમારા ગામને મેટે દંડ કરવામાં આવશે.” આ હુકમ આવવાથી ગામના લેકે એકઠા થયા અને હકની તે બાબતમાં સલાહ પૂછી. તેણે કહ્યું કે “આ હાથીને ઘાસાદિ ખવરાવે. પછી જે યંગ્ય હશે તે કરશું.” રેહકના કથનાનુસાર તેઓએ તેને ઘાસાદિ નાખ્યું, છતાં રાત્રે તે હાથી મરણ પામ્યા. પછી રેહકનાં વચનથી ગામના અગ્રપુરુષોએ રાજા પાસે જઈને કહ્યું કે-“મહારાજ! આજે તે હસ્તી બેસતા નથી, ઊઠત નથી, ઘાસ ખાતે નથી, નિહારાદિ કરતા નથી,
For Private and Personal Use Only