________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝીલ્યાં. હજારોએ સાધુધર્મ અને શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. હજારોએ સમ્યગદર્શનનો પ્રકાશ મેળવ્યો. હજારોએ શ્રાવકધર્મ તથા શ્રમણમાર્ગની ઉત્કૃષ્ટ આરાધના કરી, ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કર્યું. ભગવાન મહાવીર વિશેષરૂપે મગધની ભૂમિ ઉપર વિચરી સોળ પ્રહર-૪૮ કલાકની લાંબી દેશના આપી બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી અસંખ્ય યોજન દૂર આકાશમાં આવેલ સિદ્ધશિલા ઉપર કાયમને માટે સ્થિત થયા. ભગવાને પોતાના જન્મ-મરણના ફેરા બંધ ક્ય, સર્વ દુઃખોનો અંત કર્યો અને અનંતા સુખના ભોક્તા બન્યા.
આવા અનંત ઉપકારી જન્મોજન્મ કલ્યાણ કરનારા, પ્રાણીમાત્રને આત્મકલ્યાણને સાચો રાહ બતાવનારા રાહબર પરમાત્માને આજે કોટિ કોટિ વંદન કરીએ. એમણે ચીંધેલા અહિંસા સત્યના માર્ગે ચાલીએ. ભગવાનને એ જ મોટામાં મોટી અંજલિ આપી ગણાશે. અંતમાં મંગલ અને કલ્યાણકારી એક પ્રાર્થના કરી લઈએ.
शिवमस्तु सर्व जगतः, परहितनिरताभवन्तुभूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥
અર્થાત્ સમગ્ર જગત સુખી થાઓ, તમામ પ્રાણીઓ બીજાનું ભલું કરવામાં જ મચ્યાં રહો. તમામ પ્રાણીઓના તમામ દોષો નષ્ટ થાઓ અને આ સમગ્ર વિશ્વ એટલે ત્રણેય લોકના જીવાત્માઓ બધી રીતે સુખી રહો.
ભારતીય સંસ્કૃતિની આ ઉદાત્ત પ્રાર્થના કરીને મારા વક્તવ્ય ઉપર હું પૂર્ણવિરામને સ્થાન આપું છું.
આચાર્ય શ્રી યશોદેવસૂરિશ્વરજી પષષષષષષષષષષષષષષ | ૧૩]
For Private And Personal Use Only