________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો, જિન વિનચ કરંતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો ૮
ઢિાળ આઠમી) સિદ્ધારથ રાય કુળતિલો એ, ત્રિશલા માત મલ્હાર તો, અવનિતો તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર.
જયો જિન વીરજીએ. ....... જ્યો. ૧ મેં અપરાધ ઘણા કર્યા એ, કહેતાં ન લહું પાર તો, તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો તાર. જયો. ૨ આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો, આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ. જયો. ૩ કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો, હુ છું એહથી ઉભો એ, છોડાવ દેવ દયાળ. જયો. ૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દંદોલ તો, તૂક્યો જિન ચોવિસમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જયો. ૫ ભવે ભવે વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો, દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાય. જયો. ૬)
કળશ
ઇમ તરણ તારણ, સુગતિ કારણ, દુઃખ નિવારણ, જગ જયો, શ્રી વીર જિનવર ચરણ ધુણતાં, અધિક મન ઉલટ થયો. ૧ શ્રી વિજયદેવસૂરદ પટધર, તીરથ જંગમ એણી જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજય સૂરિ શિષ્યવાચક કીર્તિવિજય સુરગુરૂ સમો, તસ શિષ્ય વાચક વિનયવિજયે, થયો જિન ચોવીશમો. ૩
For Private And Personal Use Only