________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પણ બોલ મૃપા મન ધરીએ, બહુજનમત આદરતાં; છેહ ન આવે બહુલ અનારય, મિથ્યામતમાં ફિરતાં રે. જિનજી!૦ ૮ થોડા આર્ય અનારસ નથી, જૈન આર્યમાં થોડા; તેહમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા જિનાજી!૦ ૯ ભદ્રબાહુગુરુ વદનવીન એ, આવશ્યકમાં લહીએ; આણાશુદ્ધ મહાજન જાણી, તેહને સંગે રહીએ રે. જિનજી!૦ ૧૦ અજ્ઞાની નવિ હોવે મહાજન, જો પણ ચલવે ટોળું ધર્મદાસગણી વચન વિચારી, મન નવિ કીજે ભોળું રે. જિનજી!૦ ૧૧ અજ્ઞાની નિજછંદે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી રે. જિનજી!૦ ૧૨ ખંડ ખંડ પણ્ડિત જે હોવે, તે નવિ કહીએ નાણી; નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણી રે. જિનજી!૦ ૧૩ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્ય પરિવરિયો; તિમ તિમ જિનશાસનનો વચરી, જો નવિ નિશ્ચચદરિચો. જિનાજી!૦ ૧૪ કોઈ કહે “લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ;” તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી !૦ ૧૫ જે કષ્ટ મુનિમારગ પાવે, બળદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢપ્રહારો રે. જિનજી!૦ ૧૬ લહે પાપઅનુબંધી પાપે, બલહરણી જનભિક્ષા; પૂરવભવ વ્રતખંડન ફળ એ, પંચવસ્તુની શિક્ષા રે. જિનજી!૦ ૧૦ કોઈ કહે “અમે લિંગે તરશું, જેનલિંગ છે વા;” તે મિથ્યા નવિ ગુણ વિણ તરીએ, ભુજ વિણ ન તરે તારૂ રે જિનજી!૦ ૧૮ ફૂટલિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ; નિધંધસ જાણીને નમતાં, તિમજ કહ્યો તસ પોષ રે. જિનજી!૦ ૧૯ શિષ્ય કહે “જિમ જિન પ્રતિમાને, જિનવર ચાપી નમીએ; સાધુ વેષ થાપી અતિસુંદર, તિમ અસાધુને નમીએ રે.' જિનજી!૦ ૨૦
For Private And Personal Use Only