________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપટ છળ ભેદ તે કર્યા, ભાખ્યા પરના રે મર્મ; સાત વ્યસનને સેવીયા, નવિ કીધો જિનધર્મ. ભાઈ૦ ૦ ક્ષમા ન કીધી તે વળી, દયા ન કીધી રેખ; પરવેદન તે જાણી નહીં તો, શું લીધો તે ભેખ. ભાઈ, ૮ સધ્યા રાગ સમ આઉખું, જળ પરપોટો રે જેમ; ડાભ અણી જળ બિંદુઓ અગિર સંસાર છે એમ. ભાઈo ૯ અભક્ષ્ય અનંતકાચ તે વાપર્યા, પીધા અળગણ નીર; રાથીભોજન તેં કર્યા, કિમ પામીશ ભવતીર. ભાઈ ૧૦ દાન શીયલ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; તે તેં ભાવે ન આદર્યા, ઝળીશ અનંતો સંસાર. ભાઈ ૧૧ પાંચ ઇન્દ્રિય રે પાપિણી, દુર્ગતિ ઘાલે છે જેહ; તે તો મૂકી તે મોકળી કિમ પામીશ શિવગેહ. ભાઈ- ૧૨ ક્રોધ વિંટ્યો રે પ્રાણીઓ, માન ન મૂકે રે કેડ; માયા સાપણીને સંગ્રહી, લોભને તે તેડ ભાઈ૦ ૧૩ પર રમણી રસ મોહીયો, પરનિંદાનો રે ઢાળ; પર દ્રવ્ય તે નવિ પરિહર્યું, પરને દીધિરે ગાળ. ભાઈ૦ ૧૪ ધર્મની વેળા તું આળસું, પાપ વેળા ઉજમાળ; સંચ્યું ધન કોઈ ખાઈ જશે, જીમ મધમાખી મહુઆળ. ભાઈ૧૫ મેલી મેલી મૂકી ગયા, જેહ ઉપાજી રે હાથ; સંચય કીજે રે પુણ્યનો, જે આવે તુજ સારા ભાઈ. ૧૬ સંવત સત્તર ચઉદારે ભાખી એહ સઝાય; ધર્મ મુનિ કહે ધ્યાનશુ સાંભળો ચિરા લાય. ભાઈ- ૧૦ |
For Private And Personal Use Only