________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંજી દેશ દશારણનો ધણી, રાગદશાર્ણભદ્ર અભિમાની રે; ઇંદ્રની અદ્ધિ દેખી બૂઝીયો,સંસાર તજી થયો જ્ઞાની રે. મદ૦ ૦ હાંજી સ્થૂલિભદ્ર વિધાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાઈ રે; શ્રુત પુરણ અર્થ ન પામિયા, જુઓ માન તણી અધિકાઈ રે. મદ૦ ૮ રાય સુભમ ષટું ખંડનો ધણી,લાભનો મદ કીધો અપાર રે; હય ગય રથ સબ સાયર ગયું, ગયો સાતમી નરક મોઝાર રે. મદo ૯ ઇમ તન ધન જોબન રાજ્યનો, મ ધરો મનમાં અહંકારો રે; એ અસ્થિર અસત્ય સવિ કારમું ક્ષણમાં વિણસે બહુ વારો રે. મદ૦ ૧૦ મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે; કહે માનવિય તે પામશે, અવિચળ પદવી નર નારી રે. મદ૦ ૧૧
૧૯ કૃપણ કાઠીયાની સઝાયા
(રાગ - પુણ્ય સંયોગે) કુપણપણાથી બીહતો રે, નાવે ધર્મ સુઠામ, ચાચકજન આવે કે રે, ઉઠી જાએ કામ રે,
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત......... દર્શન દૂર તેહનું રે, નામ જપે ન કોઈ, દર્શન ચાહે ન તેહનું રે, ચાલે શુકન ન જોય રે. પ્રાણી૨ કૃપણ તે કુગતિ વરે રે, સંબલ ન લહે સાથ, પૂણ્ય કાજે એક પાઈકો રે, હરખે ન આપે હાથ રે. પ્રાણી. ૩ સજ્જન લોક આવ્યા આંગણે રે, થર થર ધ્રુજે હાથ, પરજન દેખી પીરસતાં રે, આંખો નીચી અનાથ રે.પ્રાણી૪
For Private And Personal Use Only