________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ શીયલની સજઝાયો શીયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતા રાખે રેશીયલ૦ ૧ વ્રત પચ્ચકખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એકજ શિયલ તણે બલે, ગયા મુક્ત તેહ રે. શીયલ૦ ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે; શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શીયલ૦ ૩ તરૂવર મૂળ વિના જિસ્યો, ગુણ વિણ લાલ કમાન રે; શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શીયલ૦ ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શીયલ જ ધરજો રે; ઉદયરતન કહે તે પછી, વ્રતનો ખપ કરજો રે. શીયલ૦ ૫
૧૩૮ શીયલની સઝાયો
(રાગ - અસુણો શાંતિ નિણંદ) ગીરૂઆરે ગુણ શીયલના, જે પાલે નરનારી રે; જગમાં કીર્તિ તેહની, મળી ગાવે દેવકુમારી રે. ૧ શીલે નવનિધિ પામીયે, શીલે ગરથ ભંડાર રે; શીલે નારદ ઉધ્વર્યા રે, શીલે શીવકુમાર રે. ૨ શીલે સુદર્શન જાણીયે, શીલે જંબુકુમાર રે; શીલે સીતા રામની, વળી સુભદ્રા નાર રે. ૩ શીલે દ્રૌપદી ગહગાહી, લેઈ સંચમ સુરગતિ જાય રે; ઘણી પરે શીલ ગાવતા, મુજ રસના પાવન થાય રે. ૪ શ્રી વિજયરાજ સૂરીશ્વર, તપગચ્છાતિ ગુણખાણી રે; દયાવિજય વિબુધ તણો, વંદે સુખવિજય શુભવાણી રે. ૫
For Private And Personal Use Only