________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર વાયરાની લહેર થકી હું, વિસર્યો આજ્ઞા તુમારી; બાલપણામાં રહ્યો અજ્ઞાની, મનુષ્યજન્મ ગચો હારી હો.વીર. ૨ જોબનવયમાં વિષયવિકારી, રાચી રહ્યો દિલ ધારી; ધર્મ ન પામ્યો ધર્મ ન સાધ્યો, ધર્મને મેલ્યો વિસારી હો.વીર ૦ ૩ જોતજોતામાં ઘડપણ આવ્યું, શક્તિ ગઈ સહુ મારી; ધનદોલતની આશાએ વળગ્યો, ગયો મનુષ્ય ભવ હારી હો.વીર ૦ ૪ ભરતભૂમિમાં પંચમ કાળે, નહીં કોઈ કેવળ ધારી ; સંદેહ સઘળા કોણ નિવારે,? મતિ મુંઝાય છે મારી હો.વીર. ૫ ઉદયરત્ન કરજોડી કહે છે, કરો તો મહેર મોઝારી; ભક્તવત્સલ બહુ સહાય કરીને, લેજે મુજને ઉગારી હો.વીર ૦ ૬
છ૯ વેરાગ્યની સઝાયો તે તરીચા ભાઈ તે તરીયા, જે નારી સંગથી ડરીયા રે; તે ભવસમુદ્રને પાર ઉતરીયા, જઇ શિવ-રમણી વરીયા રે. ૧ સ્થૂલભદ્રને ધન્ય છે જઇને, વેશ્યાને ઘર રહીયા રે; સરસ ભોજન ને વેશ્યા રાગિણી, પણ શીલે નવિ ચલીયા રે. ૨ સીતા દેખી રાવણ ચલીયા,પણ સીંતા નવિ ફરીયા રે; રહનેમિ રાજુલને મલીચા, પણ રાજુલ નવિ પડીયા રે. ૩ રાજુલે તેહને ઉદ્ધરીચા, તે પણ શિવધર મલીયા રે; રાણીએ ક્રોડ ઉપાય તે કરીયા, સુદર્શન નવિ ચલીચા રે. ૪ ક્ષપકશ્રેણીમાંહે તે ચઢીયા, કેવલ જ્ઞાન વરીયા રે; ઉત્તમ પદ પદ્મને અનુસરીચા, તેના ભાવ ફેરા ટળીયા રે. ૫
For Private And Personal Use Only