________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદરીયા વ્રત આવ્યા છો અમ ગેહ જો, સુંદરી સુંદર ચંપકવરણી દેહ જો;
અમ તુમ સરિખો મેળો આ સંસારમાં છે. ૨ સંસારે મેં જોયું સઘળુ સ્વરૂપ છે, દર્પણની છાયામાં જેવું રૂપ જો;
સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩ ના કહેશો તો નાટક કરશું આજ જો, બાર વરસની માયા છે મુનિરાજ જો;
તે છોડી કેમ જાઉં હું આશા ભરી જો ૪ આશા ભરીયો ચેતન કાળ અનાદિ જો, ભૂલ્યો ધર્મને હીણ થયો પ્રમાદિ જો;
ન જાણી મેં સુખની કરણી જોગની જો. ૫ જોગી તો જંગલમાં વાસો વસીયા જો, વેશ્યાને મંદિરિયે ભોજન રસિયાજો;
તુમને દીઠાં એવા સંચમ સાધતા જો. ૬ સાધશું સંચમ ઇચ્છા રોઘ વિચારી જો, ફૂમ પુત્ર નાણી થયાં ઘરબારી જો;
પાણીમાંહે પંકજ કોરૂં જાણીએ જો. ૭ જાણીએ તો સઘળી તમારી વાત જો, મેવા મીઠાઈ રસવંતા બહુ જાત જો;
અંબર ભૂષણ નવ નવલી ભાતે લાવતાં જો. ૮ લાવતા તો તું દેતી આદરમાન જો, કાયા જાણું રંગ પતંગ સમાન જો;
ઠાલી તે શી કરવી એવી પ્રીતડી જો. ૯ પ્રીતલડી કરતા તે રંગભર સેજ જો, રમતાંને દેખાડતા ઘણું હેજ જો;
રીસાણી મનાવી મુજને સાંભરે જો. ૧૦ સાંભરે તો મુનિવર મનડું વાલે જો, ઢાંક્યો અગ્નિ ઉઘાડ્યો પરજાળે જો;
સંચમમાંહિ એ છે દૂષણ મોટકું જો. ૧૧ મોટકું આવ્યું તું રાજા નન્દનું તેડું જો, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જો;
મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યાં જો. ૧૨ મોકલ્યાં તો મારગ માંહિ મળીયા જો, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા જો;
સંચમ દીધું સમકિત તેણે શિખવ્યું જો. ૧૩
For Private And Personal Use Only