________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથે પાઠક ભવિ નમો રે, પણવીશ ગુણ સુપ્રમાણ; સૂરિપદની ધરે ચોગ્યતા રે, સૂત્ર અરથના જાણ. ભ૦ ૬ જ્ઞાનક્રિયા અભ્યાસથી રે, ષકારક પ્રતિપાળ; સત્યાવીશ ગુણે સોહતા રેસાધુજી પરમ દયાળ. ભ૦ ૦ છઠું પદે દરશન ભલું રે, સડસઠ ભેદ વિચાર; નિર્મલ તત્વ રૂચી થઈ રે, જેહથી ભવોદધિ પાર. ભ૦ ૮ નાણ અનુપમ સાતમે રે, ભેદ એકાવન જાણ; પાંચે જ્ઞાન આરાધતાં રે, પામે પદ નિરવાણ. ભ૦ ૯ ચારિત્ર ગુણનિધિ આઠમે રે, સિત્તેર ભેદ અનૂપ; નિજગુણ સત્તા રમણતાં રે, ચિરતાએ અનુરૂપ ભ૦ ૧૦ ષટુ બાહ્ય ષટુ અત્યંતર રે, ભેદ પચાસ અોહ; કરમ તપાવે જે સહી રે, તપ નવમે ગુણગેહ. ભ૦ ૧૧ નવપદ વિધિશે આરાધતાં રે, મચણા ને શ્રીપાળ; નરસુર સંપદ ભોગવી રે, લેશે શિવ વરમાળ. ભ૦ ૧૨ સિદ્ધચક્રની સેવના રે, કરતાં પાપ પલાય; જિન ઉત્તમ સુપસાચથી રે, રત્નવિજય ગુણગાય ભ૦ ૧૩
(રાગ-એક દિન પુંડરિક ગણધરૂ રે લાલ) આરાધો આદર કરી રે લાલ, નવપદ નવચ નિધાન ભવિપ્રાણી રે; પંચ પ્રમાદ પરિહરી રે લાલ, આણી શુભ પ્રણિધાન ભવિપ્રાણી રે.
સિદ્ધચક્ર તપ આદરો રે લાલ... ૧ પ્રથા પદે નમો નેહશું રે લાલ, દ્વાદશ ગુણ અરિહંત ભવિપ્રાણી રે; ઉપાસના વિધિશું કરો રે લાલ, જિમ હોય કર્મનો અંત. ભવિપ્રાણી રે. ૨
For Private And Personal Use Only