________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ; મોહરાયમલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે. ભ૦ ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને સુખીયા કરો રે, અમે ધરીચે તુમારી આશ રે. ભ૦ ૯ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે. ભ૦ ૧૦ હોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. ભ૦ ૧૧
(II કળશ છે ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો; મેં થયો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરો, સંવેગ રંગ તરંગ ઝીલે, જસ વિજય સમતા ધરો; શુભવિજય પંડિત ચરણ સેવક વીરવિજય જય જયકરો.
( છ અઠ્ઠાઈનું સ્તવન-કો
સ્યાદ્વાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ; પરમ પંચ પરમેષ્ઠિમાં, તાસ ચરણ સુખકંદ. ૧ ત્રિજગ ગોચર નામ જે, ધ્યાવે નિજ મન નેહ; થઈ લોકોત્તર તે સદા, પામે શિવવધૂ ગેહ, ૨ પંચ વરણ અરિહા વિભ, પંચ કલ્યાણક ધ્યેય; પણ્ અઠ્ઠાઈ સ્તવના શ્ય, પ્રણમી અનંત ગુણગેહ. ૩
ઢિાળ ૧ લી
| (રાગ - સિદ્ધચક પદ વંદો) ચૈત્ર માસે સુદિ પક્ષમાં રે, પ્રથમ અઠ્ઠાઈ સંયોગ, જિહાં સિદ્ધચક્રની સેવના રે, અધ્યાતમ ઉપયોગ રે,
For Private And Personal Use Only