________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+++++++++++++++++++ ૩૬૯ શ્રી વીરભગવાનનું હાલરડું -૪
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે, ગાવે હાલો હાલો હાલરવાના ગીત; સોના રૂપાને વળી રત્ન જડિયું પારણું રે, રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે. હાલો૦ ૧
જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હોશે ચોવીશમો તીર્થંકર જિન પરમાણ; કેશી સ્વામી મુખથી એહવી વાણી સાંભલી, સાચી સાચી હુઈ તે મ્હારે અમૃત વાણ. હાલો૦ ૨
ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રીરાજ; જિનજી પાસ પ્રભુના શ્રીકેશી ગણધાર, તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ.
હાલો૦ ૩
મ્હારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મ્હારી કૂખે આવ્યા તારણતરણ જહાજ; મ્હારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુન્ય પનોતી ઇન્દ્રાણી થઈ આજ. હાલો૦ ૪
મુજને દોહલા ઉપન્યા બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજના,
તેં દિન સંભારું ને આનંદ અંગ ન માય. હાલો૦ ૫
For Private And Personal Use Only
કરતલ પગતલ લક્ષણ એક હજારને આઠ છે;
તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો,
મેં તો પહેલે સ્વપ્ન દીઠો વિશવાવીશ. હાલો૦ ૬ ##########