________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
દીક્ષા પ્રભુ હાથે લીધી છે, ત્રિપદી જિનરાજે દીધી છે, અંગ બારની રચના કીધી છે, સખી વીર નિણંદ. ૬ હરી ચુરણ વાસ કરી રંગે, ભરી થાળ રચ્યો જિનને ચંગે રે, પ્રભુ ગણધર શીર ઠાવે ઉછરંગે સખી વીર નિણંદ. ૭ સુર નર નારી મંગળ જાણી, કરી રહેલી ભાવ ભકતે આણી, જિનરાજ વધાવે ગુણખાણી સખી વીર નિણંદ. ૮
શ્રી પ્રભુ પદ પદ્મ નમી ભાવે, દિલમાં આગમ વાણી ધ્યાવે, નિજ રૂપવિજય સંપત પાવે, સખી વીર નિણંદ. ૯
(૩૦)
વીર વહેલા આવોને, ગૌતમ કહી બોલાવો ને, દરિશણ વહેલા દીજી હોજી,................
પ્રભુ તું નિઃસ્નેહી, હુ સસનેહી અજાણ. વીર૦ ૧ ગૌતમ ભણે ભો નાથ તેં વિશ્વાસ આપી છેતર્યો; પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણીને વર્યો,
જિનજી તારા ગુપ્ત ભેદોથી અજાણ. વીર૦ ૨ શિવનગર હતું શું સાંકડું કે, હતી નહીં મુજ ચોગ્યતા, જો કહ્યું હોત મુજને તો, કોણ કોઇને રોકતા,
જિનજી! હું શું માગત ભાગ સુજાણ રે. વીર. ૩ મમ પ્રશ્નના ઉત્તર દેઈ, ગૌતમ કહી કોણ બોલાવશે; કોણ કરશે સાર સંઘની ને, શંકા બિચારી ક્યાં જશે ?
હે પુણ્ય કથા કહી પાવન કરો મમ કાન રે. વીર. ૪ જિન ભાણ અસ્ત થતાં તિમિર, મિથ્યાત્વ સઘળે વ્યાપશે; કુમતિ કૌતુક જાગશે ને, ચોર ચુંગલ વધી જશે,
હે ત્રિગડે બેસી દેશના ધો જગભાણ રે. વીર. ૫
For Private And Personal Use Only