________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪+++++++++++++
એક કંચન ને બીજી કામિની, તેહશું મનડું બાંધ્યું; તેહના ભોગ લેવાને હું શૂરો, કેમ કરી જિન-ધર્મ સાધું. ૮ મનની દોડ કીધી અતિ ઝાઝી , હું છું કોક જડ જેવો; કલિકલિ કલ્પ મેં જન્મ ગમાયો, પુનરપિ પુનરપિ તેહવો. ૯ ગુરુ ઉપદેશમાં હું નથી ભીનો, ન આવી સદ્દહણા સ્વામી; હવે વડાઈ જોઇએ તમારી, ખિજમતમાંહી છે ખામી હો. ૧૦
ચાર ગતિમાંહી રડવડીયો, તોયે ન સિધ્યાં કાજ; ઋષભ કહે તારો સેવકને, બાહ્ય ગ્રહ્માની લાજ ૧૧
(૨૫
ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂળ જરી પથરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે. ૧ ઉભી શેરીએ જળ છંટકાવે, જોઈ કેતકી ફૂલ બિછાવે, નિજ ઘેર તોરણ બંધાવે, મેવા મીઠાઈ થાળ ભરાવે રે. ૨ અરિહાને દાનજ દીજે, દેતાં જે દેખીને રીઝે, ષટ્કાસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. ૩ જિનવરની સનમુખ જાઉં, મુજ મંદિરીએ પધરાવું પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે. ૪ પછી પ્રભુને વોળાવા જઇશું, કરજોડીને સનમુખ રહીશું, નમી વંદીને પાવન થઈશું, વિરતિ અતિ અંગે વરશું રે. ૫ દયા દાન ક્ષમા શીલ ધરશુ, ઉપદેશ સજ્જનને કરશું, સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે. ૬ એમ જીરણ શેઠ વદંતા, પરિણામની ધારે ચઢતા, શ્રાવકની સીમે ઠરંતા, દેવ દુંદુભિ નાદ સુણંતા રે. ૭
++++++++++++
For Private And Personal Use Only
+++