________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા વિના વીર કોની સાથે બોલશું જંગલ વત્ લાગે છે આ સંસાર જો; વિધવિધ શાસ્ત્ર તણો આલાપ કરૂં કિહાં, ભોજન પણ નવિ ભાવે તુમ વિણ નાથ જો. ૧ કાર્ય સફળ કરવા તુજ અનુમતિ માંગતો, એવી હે વીર કોણથી પ્રાપ્ત જ થાય જો; પ્રેમ પ્રકર્ષે હર્ષ હતો મુજ અંતરે, નિરાશ્રય કરી આપ ચાલ્યા સ્વસ્થાન જો. ૨ અમૃત અંજન સમ પ્રભુ દર્શન તાહરૂ, કરવા અતિ અમ અંતર ઇચ્છા થાય જો; સ્વામી નિરાગી છતાં હું તમને વિનવું શિષ્ય ગણી લો સાથે દીન દયાલ જો. ૩ રાગ દશાએ બંધન આ સંસારનું, એવી તારી વાણીનો વિસ્તાર જો; આજ ખરેખર અનુભવથી અવગાહી મેં બાહ્ય દૃષ્ટિથી સ્વામી શિષ્ય ગણાય જો. ૪ કેના વીરને તેના સ્વામી જાણવા, શ્રીયુત ગૌતમ એ ભાવે તદ્રુપ જો; નિજ સ્વરૂપી કેવળ કમળા તું વર્યો, ભવી પ્રગટાવો એ ભાવે નિજ રૂપ જો. પ
તેરો દરશ મન ભાયો ચરમ જિન! તેરો દરશ મન ભાયો, તુ પ્રભુ કરૂણારસમય સ્વામી, ગર્ભમે શોક મીટાયો, ત્રિશલામાતાનો આનંદ દીનો, જ્ઞાતનંદન જગ ગાયો. ૧ વરસીદાન દેઈ રોરતા વારી, સંજમ રાજ ઉપાયો, દીનહિનતા કબહું ન તેરે, સચિત્ આનંદ રાયો. ૨ કરૂણામંથર નયને નિહાળી, ચંડકૌશિક સુખદાયો, આનંદ રસભર સ્વરગે પહુંચો, ઐસા કૌન કરાયો. ૩ રત્નકંબલ દ્વીજવરકો દીનો, ગોશાલક ઉદ્ધરાયો, જમાલી પન્નર ભવ અંતે, મહાનદ પદ પાયો. ૪ મત્સરી ગૌતમકો ગણધારી, શાસન નાયક ઠાયો, તેરે અવદાત ગીનું જગ કેતે, તું કરૂણાસિંઘુ સોહાયો. ૫
For Private And Personal Use Only