________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૨
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે; વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશીયાને તેં તારીને, કીધો ઘણો ઉપકાર. તારા૦ ૨
કાનમાં ખીલા ઠોક્યાં જ્યારે, થઈ વેદના પ્રભુજીને ભારે; તોયે પ્રભુજી શાંત વિચારે, ગોવાળનો નહીં વાંક લગારે, ક્ષમા આપીને તે જીવોનો, તારી દીધો સંસાર. તારા૦ ૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધારા વહાવે; ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાતાપ ત્યાં કરતાં કરતા, ઉપન્યું કેવળજ્ઞાન તારા૦ ૪ જ્ઞાનવિમલ ગુરુ વયણે આજે, ગુણ તો તમારા ભાવે ગાવે; થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર લગાવે, અરજ સ્વીકારી દિલમાં ધારી, વંદના વારંવાર. તારા૦ ૫
(રાગ-તારી અજબશી યોગની મુદ્રારે લાગે મુને મીઠી રે) તારે વયણે મનડું વિંધ્યું રે, ગિરૂઆ ગુણ દરિયા, તાહરે ચરણે ચિંત્તડું ચોંટ્યું રે, મીઠડા ઠાકુરીયા, સાકર દ્રાક્ષ થકી પણ અધિકી, મીઠી તાહરી વાણી, સાંભળતાં સંતોષ ન થાયે, અમૃત રસની ખાણી રે ગી૦ ૧ વયણ તમારૂ સાંભળવાને, પ્રભુ આશિક થઈને રહીઓ, મુખડાનો એ મટકો જોતાં, ફરી ફરી ભામણે જઇએ રે. ગી૦ ૨
ઋદ્ધિવંતા બહુ રાજ્ય તજીને, જે તુમ વચણે રસીયા, સઘળી વાત તણો રસ ઠંડી, આવી તુમ ચરણે વસીયા ગી૦ ૩ સુરનર મુનિજન જગ જન ભાવિ, ગ્રંથે જે વીરવાણી, શ્રી વીરજિન તણી સુણી વાણી, બુઝયા બહુ ભવિ પ્રાણી. ગી૦ ૪
ત્રણ ભુવનને પાવન કરવા, નિર્મલ જે વીર વાણી, ઉદયરત્ન કહે ભવજલ તરવા, સહી તે નાવ સમાણી રે. ગી૦ ૫
+++++++++++++++
For Private And Personal Use Only