________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
++++++++++++++++the
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અર્વાચિન હોવાની સંભાવના છે)
તારી ભક્તિકરૂં ભગવાન, છોડું નહિ એક ઘડી, જ્યારે પામીશ પદ વીતરાગ, માનું મારી ધન્ય ઘડી; તમે અમે રમતા સાથે સહી, મારી પ્રીત પૂરાણી પાળી નહી; તમે લીધું મોક્ષ સામ્રાજ્ય, છોડું નહિ એક ઘડી. ૧ જીતી કર્મ સેના તમે વીર થયા, મારા આતમરામ ફસાઈ ગયા, હવેકેમ કરી લઉં સામ્રાજ્ય ? છોડું નહિ એકઘડી. ૨
મારા ઘરમાં અંધારું છવાઈ ગયું, મારૂં આતમ ભાન ભૂલાઈ ગયું; મારી લાજ રાખો પ્રભુ આજ, છોડું નહિ એક ઘડી. ૩
દાન દીધું નહી શીયળ પાળ્યું નહિ,વિવિધ તપ કરી કર્મો કાપ્યા નહી; દુઃખી થઈ છે દશા મારી આજ, છોડું નહિ એક ઘડી. ૪ આત્મધર્મની ભાવના ભૂલી ગયો, જડ રાગ રંગોમાં રાગી થયો; મારી શી ગતિ થાશે ભગવાન, છોડું નહિ એક ઘડી. ૫ શાન્તિનાથ પ્રભુ મને શાન્તિ આપો, મારા ભવના બંધન બધા કાપો; આપો આત્મ ધર્મની જહાજ, છોડું નહિ એક ઘડી. ૬ દીનબંધુ દયાળુ દયા કરો, મુજ પાપી અધમનો ઉદ્ધાર કરો; સ્વામી મારા છો શીરતાજ, છોડું નહિ એકઘડી. ૭ તારા શરણે આવેલાંને તારી દીધા,તેના બગડેલા કાજ સુધારીદીધા; ક્યારે સરસે મારા કાજ ? છોડું નહિ એક ઘડી. ૮ સુવર્ણ શાસન સંઘ અખંડ મળો, મારા ભવોભવના પાતિક દૂર ટળો; જ્ઞાનવિમલ ગુણ તોરા ગાય,છોડું નહિ એક ઘડી. ૯
For Private And Personal Use Only