________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના, લલના; વાસના તો હું ભ્રમર, ન ચૂકૂ આસના, લલના, તું છોડે પણ હું કેમ છોડું તુજ ભણી, લલના; લોકોત્તર કોઈ પ્રીત આવી તુજથી બની. લલના. ૪ ધુરશી શાને સમકિત દઇને ભોળવ્યો, લલના; ખોટે હવે કિમ જાઉં દિલાસે ઓળવ્યો, લલના, જાણી ખાસો દાસ વિમાસો છો કિશું, લલના; અમે પણ ખિજમતમાંહી ખોટા કેમ થાયછ્યું. લલના. ૫ બીજી ખોટી વાતે હું રાચું નહીં, લલના; મેં તુજ આગલ મારા મનવાળી કહી, લલના, પૂરણ રાખો પ્રેમ વિમાસો શું તમે, લલના; અવસર લહી એકાંતે વિનવીએ છીએ અમે. લલના ૬ અંતરજામી સ્વામી અચિરાનંદના, લલના; શાંતિકરણ શ્રી શાંતિજી માનજો વંદના, લલના; તુજ સ્તવનાથી તન મન આણંદ ઉપન્યો, લલના; કહે મોહન મનરંગ, પંડિત કવિ રૂપનો. લલના છે
(રાગ - સુણો શાંતિ નિણંદ સોભાગી) શ્રી શાંતિ જિનેશ્વર દીઠો રે, હારા મનમાં લાગ્યા મીઠો રે; આજ મુખડું એહનું જોતાં રે, હારા નયન થયાં પનોતાં રે. શ્રી. ૧ જે નજર માંડી એને જોશે રે, તે તો ભવની ભાવઠ ખોશે રે એહનું રૂપ જોઈ જે જાણે રે, તેહને સુરનર સહુ વખાણે રે. શ્રી. ૨ એ તો સાહેબ છે સમાણો રે, મને લાગ્યો એહ તાનો રે; એ તો શિવસુંદરીનો રસીયો રે, મારાં નયણમાંહે વસીયો રે. શ્રી. ૩
For Private And Personal Use Only