________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેશે લોક “ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે? મારો. ૩. મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું? ચિંતામણિ જેણેગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું? મારો. ૪. અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહતિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો. ૫.
ધન્ય દિન વેલા,ધન્ય ઘડી તેહ, અચિરારો નંદન જિન જદિ ભેટશુંજી લહિશું રે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશુંજી. ૧ જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી; ચાખ્યો કે જેણે અમિ લવલેશ, બાકસ બુક્સ તસ ન રૂચે કિમેજી ૨ તુજ સમકિત રસ સ્વાદનો જાણ, પાપ કુભક્ત બહુ દિન સેવીયું; સેવે જે કર્મને જોગે તોહિ, વાંછે તે સમકિત અમૃત ધુરે લિખ્યુંજી. ૩ તારું ધ્યાન તે સમકિત રૂપ, તેહી જ જ્ઞાન ને ચાસ્ત્રિ તેહ છે જી; તેહથી રે જાએ સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પછે જી. ૪ દેખી રે અદભુત તાહરું રૂપ,અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગતિ તું જાણે હો દેવ,સ્મરણ ભજન તે વાચક વિશ કરેજી.” ૫
(રાગ-મારો મુજરો લ્યોને રાજ) શાંતિ જિનેશ્વર સાહિબ મારો, મલીઓ જગનો તારૂ, ભીમભવોદધિ તરવા કારણ, જિનપદ પ્રવહણ વારૂ; સાહિબ નીરખો આજ, સેવક નેહ ધરીને રે, માનીતો માનો આજ, મનમાં મહેર કરીને રે. ૧
For Private And Personal Use Only